વિશાખાપટ્ટનમ: ગેસ લીકેજને ન્યૂટ્રલાઇઝ કરવાની તૈયારી, વાપી મોકલાઇ રહ્યું છે કેમિકલ
વિશાખાપટ્ટનમમાં થયેલા ગેસ લીકેજને ન્યૂટ્રલાઇઝ કરવાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. ગુજરાતનાં વાપીની કે.કે પૂન્જા એન્ડ સન્સ નામની કંપનીને કેમિકલ મોકલવામાં આવી રહ્યો છે. તત્કાલ 500 કિલો કેમિકલ મોકલવામાં આવ્યો જેના માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી દીધી છે.
વાપી : વિશાખાપટ્ટનમમાં થયેલા ગેસ લીકેજને ન્યૂટ્રલાઇઝ કરવાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. ગુજરાતનાં વાપીની કે.કે પૂન્જા એન્ડ સન્સ નામની કંપનીને કેમિકલ મોકલવામાં આવી રહ્યો છે. તત્કાલ 500 કિલો કેમિકલ મોકલવામાં આવ્યો જેના માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી દીધી છે.
Flower Supermoon May 2020: આજે સુપરમુનની અદ્ભુત ખગોળીય ઘટના, જાણો શુ છે ખાસ !
પીટીબીએલ કેમિકલ વાપીથી દમણ એરપોર્ટ મોકલવામાં આવ્યા છે. દમણથી તેને એરલિફ્ટ કરીને વિશાખાપટ્ટનમ લઇ જવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે આશરે 2.30 વાગ્યે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાથી એક બાળક સહિત 11 લોકોનાં મોત થયા હતા. જ્યારે અનેક લોકોની સ્થિતી ગંભીર છે. NDRFએ તેની પૃષ્ટી કરી છે. દુર્ઘટના બાદ 1000થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એમ્સનાં ડાયરેક્ટરે કહ્યું, કોરોના સાથે જ જીવવાની આદત પાડવી પડશે, જુનમાં હજી કેસ વધશે
આ ગેસ લીકનાં કારણે 3-4 કિલોમીટરનો વિસ્તાર પ્રભાવિત થયો છે. તકેદારીનાં 6 ગામને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. પ્લાન્ટથી જે ગેસ લીક થયું છે, તેનું નામ સ્ટાઇરિન જણાવવામાં આવી રહ્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, પ્લાન્ટથી ગેસનું ગળતર એકવાર ફરીથી ચાલુ થઇ ચુક્યું છે. મળતી માહિતી અનુસાર સ્થિતી પર કાબુ મેળવવામાં કેટલાક કલાકોનો સમય લાગી શકે છે.
વિશાખાપટ્ટનમમાં મોતનો આંકડો 11, પ્રાથમિક તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશાખાપટ્ટનમનાં આર.આર વેંકટપુરમ ગામમાં રાત્રે સરેરાશ અઢી વાગ્યે એલ.જી પોલિમર ઉદ્યોગમાં રસાયણીક ગેસ લીક થઇ ગઇ. આ કારણે ત્યાં હાજર લોકોની આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર વિગતો પર નજર રાકી રહ્યા છે. તેમણે સ્થિતીની માહિતી મેળવવા માટે તાકીદની બેઠક પણ બોલાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube