Flower Supermoon May 2020: આજે સુપરમુનની અદ્ભુત ખગોળીય ઘટના, જાણો શુ છે ખાસ !
Trending Photos
નવી દિલ્હી : વર્ષ 2020નું અંતિમ સુપરમુન આજે એટલે કે ગુરુવારે સાંજે 04.15 વાગ્યે પોતાનાં સંપુર્ણ આકારમાં દેખાશે. આ સમયે ચંદ્ર સંપુર્ણ રીતે ચમકદાર દેખાશે. આ સુપરમુનને સુપર ક્લાઇવર મૂન(Super Flower Moon) અને કોર્ન પ્લાંટિંગ મુનનાં નામે પણ ઓળખવામાં આવે છે. આ ફુલ મિલ્ક મુન પણ કહેવામાં આવે છે. નાસા (NASA) ના અનુસાર ગુરૂવારે સાંજે 04.15 વાગ્યે તે સુપરમુન પોતાનાં સંપુર્ણ પ્રભાવમાં જોવા મળશે.
જો કે ભારતમાં સુપરમુનનાં દીદાર નહી થઇ શકે કારણ કે અહીં દિવસ થશે અને આ દરમિયાન સુર્યનાં કિરણો તેના પર ભારે પડશે. જો કે આ ખગોળીય ઘટનાનો રોમાંચક નજારો ઇન્ટરનેટ પર જોઇ શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમયે ચંદ્રમાં પૃથ્વીની ખુબ જ નજીક હશે. પૃથ્વી અને ચંદ્રમા વચ્ચે સરેરાશ અંતર 3.84,400 કિલોમીટર છે. જો કે સુપરમુન (Supermoon) દરમિયાન આ અંતર 23 હજાર કિલોમીટર થઇ જાય છે. ત્યાર બાદ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સરેરાશ 3,61,184 કિલોમીટર જ રહે છે. ચંદ્ર પૃથ્વીની નજીક આવવાને કારણે બાકીનાં દિવસોની તુલનાએ ચંદ્ર 14 ટકા વધ્યું અને 30 ટકા વધારે ચમકદાર દેખાય છે. ગત્ત વર્ષે 7 એપ્રીલે લોકોએ સુપરમુન જોયો હતો.
શું હોય છે સુપરમૂન
ચંદ્રમા પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીનું ચક્કર લગાવે છે. ચક્કર લગાવવા દરમિયાન વર્ષમાં એકવાર ચંદ્રમાં પૃથ્વીથી ખુબ જ નજીક આવી જાય છે. સૌથી નજીક હોવાને કારણે ચંદ્રનો આકાર સામાન્ય દિવસો કરતા મોટો અને વધારે ચમકદાર દેખાય છે. તેને જ સુપરમુન કહેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે