નવી દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચારો સામે આવ્યાં છે. આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના મુખિયા એવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS  બિપિન રાવત પણ સવાર હતા. આ સાથે જ તેમની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. ખરાબ હવામાનને કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. આજે બપોરે 1 વાગ્યાને 17 મિનિટે આ હેલિકોપ્ટર ક્રેશ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. એરફોર્સે ટ્વીટ કરીને આ દુર્ઘટનાની જાણકારી આપી છે. સૂત્રોના મતે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહ મળ્યાં છે. સુલુર એરબેઝથી હેલિકોપ્ટર જ્યારે વેલિંગ્ટન થઈ રહ્યું હતું તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ભારતીય વાયુસેનાએ અકસ્માતના કારણોની તપાસના આદેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રેશ બાદ હેલિકોપ્ટરમાં લાગી આગ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) ને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરના ક્રેશ થયા બાદ વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ તહ્યા બાદ ભીષણ આગા લાગી ગઇ. હેલિકોપ્ટર જે વિસ્તારમાં પડ્યું છે, ત્યાં જંગલ વિસ્તાર અછે. આ અકસ્માત ગાઢ ધુમ્મસ વચ્ચે નંજપ્પનચથિરામ વિસ્તારમાં તહ્યો અને શરૂઆતના દ્રશ્યોમાં હેલિકોપ્ટરમાં આગની જ્વાળાઓ જોવા મળી. 

CDS બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તેના ભૂક્કા બોલાઈ ગયા, ઘટનાસ્થળની તસવીરો જોઈને ધ્રુજી જશો


CDS બિપિન રાવતને લઇ જવામાં આવ્યા હોસ્પિટલ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ સીડીએસ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) ઠીક છે અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જાણકારી અનુસાર અત્યાર સુધી 5 બોડી રિકવર કરવામાં આવી છે, જ્યારે ત્રણ ઘાયલોને બહાર નિકાળવામાં આવ્યા છે. બિપિન રાવત સહિત ત્રન ઘાયલો હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube