Vizag GasLeak: ખતરનાક સ્ટાઈરીન ગેસ માણસને જોતજોતામાં ભોયભેગો કરી દે છે
વિશાખાપટ્ટનમના આર.આર. વેંકટપુરમ ગામમાં આજે વહેલી સવારે 2.30 કલાકે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ગેસ લીક (Vizag Gas Leak) થવાને કારણે એક બાળક સહિત 8 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે, 100 લોકોની હાલત હજી ગંભીર બતાવાઈ રહી છે. 1000થી વધુ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ગેસ લીકને કારણે 3 કિલોમીટર સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સાવચેતીના ભાગરૂપે 6 ગામોને ખાલી કરાવાયા છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકોને દરવાજા તોડીને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. તો સાથે જ રસ્તા પર ઠેકઠેકાણે ઢળી પડેલા લોકો જોવા મળ્યા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :વિશાખાપટ્ટનમના આર.આર. વેંકટપુરમ ગામમાં આજે વહેલી સવારે 2.30 કલાકે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ગેસ લીક (Vizag Gas Leak) થવાને કારણે એક બાળક સહિત 8 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે, 100 લોકોની હાલત હજી ગંભીર બતાવાઈ રહી છે. 1000થી વધુ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ગેસ લીકને કારણે 3 કિલોમીટર સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સાવચેતીના ભાગરૂપે 6 ગામોને ખાલી કરાવાયા છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકોને દરવાજા તોડીને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. તો સાથે જ રસ્તા પર ઠેકઠેકાણે ઢળી પડેલા લોકો જોવા મળ્યા હતા.
વિશાખાપટ્ટનમ: ભોપાલ બાદ દેશમાં સૌથી મોટો ગેસકાંડ!, અત્યાર સુધી 8ના મોત, 1000 લોકો હોસ્પિટલમાં દાખલ
સ્ટાઈરીન ગેસ કેટલી ખતરનાક
- આ ગેસ પ્લાસ્ટિક, પેટ, ટાયર જેવી ચીજો બનાવવામાં ઉપયોગી થાય છે
- શરીરમાં જવાથી બળતરા, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી અસર થાય છે.
- સ્ટાઈરીન ગેસ બાળકો, શ્વાસના દર્દીઓ માટે બહુ જ ખતરનાક
PHOTOS વિશાખાપટ્ટનમ 'ગેસકાંડ': અનેકના મોત, લોકો જ્યાં ત્યાં ઢળી પડ્યા, PM મોદીએ તાબડતોબ બોલાવી બેઠક
સ્ટાઈરીન ગેસની શરીર પર અસર
સ્ટાઈરીન ગેસ શરીર પર ખતરનાક હદે અસર કરે છે. આ ગેસના સંપર્કમાં આવનાર વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં રેશિઝ, આંખોમાં બળતરા, ઉલટી તેમજ બેહોશ થવાની તકલીફ થાય છે. આવામાં દર્દીનો જીવ પણ જઈ શકે છે.
ઘટના બનતા જ સ્થાનિક તંત્ર અને નેવીએ સાથે મળીને આસપાસના ગામડાઓને ખાલી કરાવ્યા હતા. તેમનુ કહેવુ છે કે, બે કલાકની અંદર જ પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી હતી. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર