નવી દિલ્હી: પૂર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના વિવાદિત ટ્વિટને લઇને નિશાન સાધ્યું છે. જનરલ (રિ.) વીકે સિંહએ મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહને પૂછ્યુ કે તેઓ જણાવે કે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલો આતંકી હુમલો દુર્ઘટના છે કે હુમલો? તેમણે દિગ્વિજયથી પુછ્યુ, ‘તમે જણાવો કે રાજીવ ગાંધીની હત્યા, હત્યા હતી કે દુર્ઘટના? તેનો મને જવાબ આપો બાકી પછી વાત કરીશું.’ વીકે સિંહે કહ્યું કે પુલવામા આતંકી હુમલા પર દિગ્વિજય સિંહએ જવાબ આપવો જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: નૌસના પ્રમુખે કહ્યું- ‘સમુદ્રના માર્ગેથી પણ હુમલો કરી શકે છે આતંકી’


જણાવી દઇએ કે દિગ્વિજય સિંહે તેમના ટ્વિટમાં પુલવામા આતંકી હુમલાને દૂર્ઘટના ગણાવતા પીઓકેના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યો છે. દિગ્વિજય સિંહે પીઓકેમાં આતંકી અડ્ડાઓ પર કરવામાં આવેલી કાર્યવાહીને લઇને સતત સેના અને સુરક્ષા દળ પર સવાલ ઉઠાવી રહ્યાં છે.


લોકસભા ચૂંટણી 2019: SP-BSP ગઠબંધનમાં RLDની આજે ઔપચારિક એન્ટ્રી, પ્રેસ કોન્ફરન્સમાં કરશે જાહેરાત


દિગ્વિજય સિંહના આ નિવેદન પર કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ‘કોંગ્રેસને શું થઇ ગયું છે? દેશની લોક ભાવનાથી એકદમ ઉલ્ટી વાત કરે છે, સેનાની જાણકારીને ખોટી ગણાવી રહ્યાં છે. કોઇ લોકશાહી દેશમાં નથી થતું જ્યાં સૈન્ય પર અવિશ્વાસ દર્શાવવામાં આવે છે.’


વધુમાં વાંચો: સેનાએ આતંકીઓને સર્જિકલ સ્ટ્રાઇક-2 દ્વારા શિવ તાંડવ કરી જવાબ આપ્યો: CM યોગી


આ પહેલા રાજ્યસભાના 72 વર્ષીય સાંસદે એક સવાલ પર કહ્યું હતું કે, હું પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓની સામે ભારતીય વાયુસેનાની વાર્તમાન કાર્યવાહી પર કોઇ સવાલ ઉઠાવી રહ્યો નથી. પરંતુ ખુલ્લા સ્થાન પર થયેલા કોઇ પણ ઘટનાક્રમ વિશે સેટેલાઇટ ટેકનિકના માધ્યમથી બધી તસવીરો સામે આવી જાય છે. એટલા માટે અમેરિકાની સરકારે ઓસામા બિન લાદેન વિશે જે રીતે વિશ્વની સામે પુરાવા આપ્યા હતા, (પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓ વિશે) તે રીતના પુરાવા આપણે (ભારત સરકારે) પણ આવા જોઇએ.
(ઇનપુટ ભાષા)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...