નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારા લોકોને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વી. કે સિંહે જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે રાતે સાડા 3 વાગ્યે મચ્છર બહુ હતાં, તોં મેં HIT માર્યું. હવે મચ્છર કેટલા માર્યા એ ગણવા બેસું કે પછી આરામથી સૂઈ જાઉ? પૂર્વ સેના પ્રમુખના આ ટ્વિટને માઈક્રો બ્લોગિંગ સાઈટ પર લોકોની ખુબ પ્રતિક્રિયા મળી છે. માત્ર બે કલાકમાં જ લગભગ 4 હજાર લોકોએ આ પોસ્ટને રિટ્વિટ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની કફોડી સ્થિતિ, અમેરિકાએ આપ્યો વધુ એક મોટો ઝટકો


આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંગળવારે કહ્યું કે ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી, પરંતુ ભારતમાં બેઠેલા કેટલાક લોકોને તેનો આઘાત લાગી ગયો છે. તેમનો ઈશારો વિપક્ષ તરફ હતો. તેમણે વિપક્ષ પર પાકિસ્તાન સાથે મળીને 'મહામિલાવટ' (સાઠગાંઠ)નો આરોપ લગાવ્યો. વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નરમ વલણના પગલે જ પહેલા આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળ્યો નહતો અને હવે તેઓ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવી રહ્યાં છે. જ્યારે તેમની સરકાર હતી ત્યારે આતંકી હુમલા બાદ તેઓ ચૂપ બેસી રહેતા હતાં, કાં તો વીર જવાનોની કાર્યવાહી પર આંસૂ વહાવતા હતાં. આજે કોંગ્રેસનો ફરી એ જ ચહેરો સામે આવ્યો છે. 


પીએમ મોદીએ કહ્યું કે એર સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ છે પરંતુ તેનો આઘાત ભારતમાં બેઠેલા કેટલાક લોકોને લાગ્યો છે. વિપક્ષના લોકો છેલ્લા એક અઠવાડિયાથી એવા મોઢા લટકાવીને બેઠા હતાં જાણે કેટલાય દુ:ખોનો પહાડ તેમના પર તૂટી પડ્યો હોય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...