Corona Vaccine લગાવ્યાના 10 દિવસ બાદ વોલેન્ટિયરનું મોત, કંપનીએ કહી આ વાત
દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccine) અભિયાન શરૂ થતા પહેલા જ એક વિવાદ શરૂ થયો છે. ભારત બાયોટેક (Bharat Biotech)ની કોરોના વેક્સીનની રસી આપવામાં આવેલા એક વોલેન્ટિયરની 10 દિવસ બાદ શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગઈ છે
ભોપલ: દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccine) અભિયાન શરૂ થતા પહેલા જ એક વિવાદ શરૂ થયો છે. ભારત બાયોટેક (Bharat Biotech)ની કોરોના વેક્સીનની રસી આપવામાં આવેલા એક વોલેન્ટિયરની 10 દિવસ બાદ શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગઈ છે. તેના પરિવારનો દાવો છે કે વેક્સીનના સાઈડ ઇફેક્ટના કારણે વોલેન્ટિયરનું મોત થયું છે.
આ પણ વાંચો:- Ladakhમાં Chinaનું ષડયંત્ર નિષ્ફળ, LAC પર ઝડપાયો ચીની સૈનિક; સૈન્ય અધિકારી કરી રહ્યાં છે પૂછપરછ
12 ડિસેમ્બરે લગાવી હતી વેક્સીન
ભોપાલના પીપલ્સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના કુલપતિ ડો.રાજેશ કપૂરે જણાવ્યું હતું કે, 42 વર્ષીય દિપક મારાવીને 12 ડિસેમ્બર, 2020ના રોજ તેની કોલેજમાં આયોજીત કોવેક્સીન (Covaxine) રસીના ટ્રાયલમાં ભાગ લીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે દીપક મારાવી (Deepak Marawi)એ આ પરીક્ષણમાં સ્વેચ્છાથી સામેલ થયો હતો. ટ્રાયલમાં ભાગ લેતા પહેલા તેની સંમતિ લેવામાં આવી હતી. કોવિડ પ્રોટોકોલ હેઠળ પરીક્ષણ કર્યા બાદ તેને 30 મિનિટ અવલોકન હેઠળ રાખવામાં આવ્યો હતો અને આઠ દિવસ સુધી તેના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી હતી.
આ પણ વાંચો:- ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોનાનું વેક્સીનેશન, 3 કરોડ સ્વાસ્થ્યકર્મીઓને આપશે રસી
ડોક્ટરને ઝેરથી મોતની શંકા
મધ્યપ્રદેશ મેડિકો લીગલ ઇન્સ્ટીટ્યૂટના નિર્દેશક ડો.અશોક શર્માએ જણાવ્યું હતું કે, દિપક મારાવી (Deepak Marawi)નું ઈન્જેક્શન લીધાના 10 દિવસ પછી 21 ડિસેમ્બરે અવસાન થયું હતું. તેના શરીરના પોસ્ટ મોર્ટમ ડોક્ટરને શંકા છે કે તેનું મોત ઝેરને કારણે થયું છે. પરંતુ મોતનું અસલી કારણ તેના શરીરનો વિઝેરા રિપોર્ટ જાહેર થયા પછી જ સ્પષ્ટ થશે. ડો. કપૂરે કહ્યું કે મારાવીના અવસાન બાદ આ ઘટનાની માહિતી ભારતના ડાયરેક્ટર જનરલ અને વેક્સીન બનાવનાર ભારત બાયોટેકને કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- BJPનું મિશન બંગાળ! BJP ચીફ જેપી નડ્ડાએ કહ્યું- 'ખેડુતો સાથે પશ્ચિમ બંગાળમાં અન્યાય'
મારાવી ઘરે પરત ફરતાં અસ્વસ્થતા અનુભવી
મૃતક મારાવી (Deepak Marawi)ના પરિવારજનો કહે છે કે તે મંજૂરી કામ કરતો હતો. 12 ડિસેમ્બરે વેક્સીન લીધા બાદ તે ઘરે પરત આવ્યો ત્યારે તેને બેચેની અનુભવી રહ્યો હતો. તેણે 17 ડિસેમ્બરના રોજ ખભામાં દુખાવાની ફરિયાદ કરી અને પછી બે દિવસ પછી, તેના મોંમાંથી ફીણ નીકળ્યું. પરંતુ તેણે ડોક્ટરને બતાવવાનો ઇનકાર કરતાં કહ્યું કે તે એક-બે દિવસમાં સ્વસ્થ થઈ જશે. પરિવારના સભ્યોનું કહેવું છે કે 21 ડિસેમ્બરે તેની હાલત અચાનક વણસી ગઈ હતી અને હોસ્પિટલમાં લઈ જતાં માર્ગમાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:- પ્રવાસી સંમેલન: અમેરિકી સંકટ વચ્ચે PM મોદીએ કહ્યું- ભારતનું લોકતંત્ર સૌથી જીવંત
ભોપાલની સામાજિક કાર્યકર્તા રચના ઢીંગરાએ દાવો કર્યો હતો કે ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવા માટે ન તો મારાવીની સંમતિ લેવામાં આવી હતી અને ન તો તેમને આ અભ્યાસમાં સામેલ હોવાના કોઈ પુરાવા આપવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલે આ આરોપને નકારી દીધો છે.
આ પણ વાંચો:- BJP નું મિશન બંગાળ! સમજો, આખરે શું છે ભાજપનો નવો પ્રયોગ 'એક મુઠ્ઠી ચાવલ'
મારવીના મોતનો વેક્સીન સાથે કોઈ સંબંધ નથી- ભારત બાયોટેક
વેક્સીન નિર્માતા ભારત બાયોટેક (Bharat Biotech)એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ડોઝના 10 દિવસ પછી વોકેન્ટિયરનું મોત નીપજ્યું હતું. પ્રારંભિક તપાસ સૂચવે છે કે મારાવીના મોતનો ડોઝ સાથે કોઈ સંબંધ નથી. કંપનીની સહાનુભૂતિ મૃતકોના પરિવાર સાથે છે. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, કંપની કહી શકી નથી કે વોલેન્ટિયરને વેક્સીન આપવામાં આવી હતી અથવા પ્લેસિબો, કેમ કે અભ્યાસમાં હજી ખુલાસો થયો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube