BJP નું મિશન બંગાળ! સમજો, આખરે શું છે ભાજપનો નવો પ્રયોગ 'એક મુઠ્ઠી ચાવલ'
જેપી નડ્ડા (JP Nadda West Bengal Visit) આજે ભાજપના એક મુઠ્ઠી ચાવલ (Ek Mutthi Chawal) સંગ્રહ અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યા છે.
Trending Photos
કલકત્તા: પશ્વિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણી 2021 પહેલાં ભાજપ (BJP) રાજ્યમાં પુરી તાકાત લગાવી રહી છે. હવે ભાજપ રાજ્યના ખેડૂતો સુધી પહોંચવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યું છે અને આ અભિયાનને શરૂ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે જેપી નડ્ડા આજે પશ્વિમ બંગાળ (JP Nadda West Bengal Visit)ના બર્ધમાનમાં પહોંચી રહ્યા છે.
આજે 'એક મુઠ્ઠી ચાવલ' કાર્યક્રમની શરૂઆત
જેપી નડ્ડા (JP Nadda West Bengal Visit) આજે ભાજપના એક મુઠ્ઠી ચાવલ (Ek Mutthi Chawal) સંગ્રહ અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યા છે. આ ઉપરાંત જેપી નડ્ડા બર્ધવાનમાં ખેડૂત સુરક્ષા ગ્રામસભાને સંબોધિત કરશે. જેપી નડ્ડા કટવામાં એક ખેડૂત મથુરા મંડળના ઘરમાં ભોજન પણ કરશે. વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક મુઠ્ઠી ચાવલ સંગ્રહ અભિયાન હેઠળ પ્રદેશના 73 લાખ ખેડૂતોના ઘર સુધી પહોંચાડવાની તૈયારીમાં છે.
એક મુઠ્ઠી ચાવલ (Ek Mutthi Chawal) પશ્વિમ બંગાળ (West Bengal) ની ચૂંટણીના રાજકારણમાં ભાજપ (BJP)નો નવો પ્રયોગ છે. એક મુઠ્ઠી ચાવલ (Ek Mutthi Chawal) પશ્વિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂતો સુધી પહોંચ બનાવવાનો નવો માર્ગ છે અને આ એક મુઠ્ઠી ચાવલની કહાની આજથી શરૂ થશે જ્યારે 9 ડિસેમ્બરના રોજ એક મહિના પછી એટલે કે 9 જાન્યુઆરીના રોજ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ફરીથી પશ્વિમ બંગાળમાં હશે.
ભાજપનો 'એક મુઠ્ઠી ચાવલ' કાર્યક્રમ શું છે?
ભાજપ જાન્યુઆરી મહિનાને ખેડૂત સુરક્ષા મહિનાના રૂપમાં ઉજવી રહ્યું છે. તેમાં ભાજપના કાર્યકર્તાના 23 જિલ્લાના 48 હજાર ગામમાં જશે, જ્યાં દરેક ખેડૂત પરિવાર પાસેથી એક મુઠ્ઠી ચોખા લેવામાં આવશે. આ સાથે જ 9 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ભાજપના નેતા રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ખેડૂત રેલી કરશે. તેમાં ખેદૂતોને મોદી સરકાર કાર્યક્રમ વિશે જાણકારી આપશે.
સાથે જ જમા કરેલા ચોખા વડે ભોજનનું આયોજન કરવામાં આવશે. તેમાં ભાજપના નેતા, કાર્યકર્તા અને ખેડૂત એકસાથે બેસીને ભોજન કરશે. આ કાર્યક્રમની શરૂઆત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કરવાના છે. જે ખેડૂતોના ઘરે જેપી નડ્ડા જશે. Zee News ત્યાં એક દિવસ પહેલાં જ પહોંચી ગયું. અમે ખેડૂતોને પૂછ્યું કે તમારી શું માંગ છે? આજે જ્યારે જેપી નડ્ડા આવશે તો તમે તેમની સાથે શું વાત કરશો.
ખેડૂતોનો અભિપ્રાય શું છે?
ધાનની ખેતી કરનાર મથુરા મંડળે કહ્યું કે તે ઇચ્છે છે કે ખાતરના ભાવ ઓછા થવા જોઇએ. તો બીજી તરફ અન્ય ખેડૂતોએ પાકની કિંમત વધારવાની વાત કહી. એવામાં અલગ-અલગ ખેડૂતોની અલગ-અલગ માંગ છે. જોકે એકવાતને લઇને દરેક ખુશ છે કે આટલા મોટા નેતા તેમને મળવા આવી રહ્યા છે.
જોકે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ભાજપના એક મુઠ્ઠી ચાવલ કાર્યક્રમને વધુ ભાવ આપી રહી નથી. પરંતુ પ્રશ્ન પૂછી રહી છે કે દિલ્હી બોર્ડર પર બેઠેલા ખેડૂતો વિશે ભાજપ શું વિચારશે? તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના હુમલા બાદ પણ આ સવાલ તો છે કે ભાજપ આટલા મોટાપાયે ખેડૂત કાર્યક્રમ શું પ્રાપ્ત કરવા માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્વિમ બંગાળમાં 70 લાખથી વધુ ખેડૂત છે. ભાજપ પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા આ ખેડૂતો સુધી મદદ પહોંચાડવા માંગે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપે છે. એક અઠવાડિયા પહેલાં સુધી પશ્વિમ બંગાળમાં ખેડૂત સન્માન નિધિ યોજના લાગૂ ન હતી.
હવે મમતા બેનર્જીએ યોજનાને લાગૂ કરવાની પરવાનગી આપી દીધી છે તો ભાજપનો પ્રયત્ન છે કે તે દરેક ખેડૂતના ઘરે જઇને તેમને જણાવે કે આ કેન્દ્ર સરકારની યોજના છે. જેથી ચૂંટણીમાં તેમને ખેડૂતોના વોટ મળી શકે. જોકે ખેડૂત સન્માન નિધિ યોજનાને લાગૂ થતાં પહેલાં પ્રધાનમંત્રી મોદી મમતા બેનર્જી પર ખેડૂતોની અવગણનાનો આરોપ લગાવી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે