આધારથી લિંક થઈ જશે ચૂંટણી કાર્ડ, લોકસભા બાદ રાજ્યસભામાં પાસ થયું ચૂંટણી સુધારા બિલ
નવી જોગવાઈ પ્રમાણે હવે આધાર અને વોટર આઈડી લિંક થવાથી ચૂંટણી કાયદા સંશોધન બિલ 2021ની મતદાતા યાદી તૈયાર કરનાર અધિકારીઓને હવે આધાર કાર્ડ માંગવાનો અધિકાર હશે.
નવી દિલ્હીઃ સોમવારે લોકસભામાંથી પસાર થયેલ ચૂંટણી કાયદા સંશોધન બિલ, 2021 ને આજે રાજ્યસભામાંથી ધ્વનિમતથી પાસ કરી દેવામાં આવ્યું છે. બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે મતદાર યાદીમાં ડુપ્લીકેટ અને બોગસ મતદાન રોકવા માટે મતદાતા કાર્ડ અને યાદીને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. નવી જોગવાઈ પ્રમાણે હવે આધાર અને વોટર આઈડી લિંક થવાથી ચૂંટણી કાયદા સંશોધન બિલ 2021ની મતદાતા યાદી તૈયાર કરનાર અધિકારીઓને હવે આધાર કાર્ડ માંગવાનો અધિકાર હશે.
સરકારી સૂત્રોનું કહેવું છે કે આધાર લિંકિંગની સુવિધા તે માટે આપવામાં આવી રહી છે જેથી લોકો અલગ-અલગ સ્થળો પર મતદાતા ન રહે. તેની બાયોમેટ્રિક ડિટેલ મળી જશે, જેથી તે એક સ્થળ પર મતદાતા રહી જશે. આ સિવાય વોટર લિસ્ટમાં બોગસ નામોને સામેલ કરવા જેવા કામો પર પણ પ્રતિબંધ લાગી શકશે.
એક દિવસ પહેલા લોકસભામાં સામાન્ય ચર્ચા બાદ ચૂંટણી કાયદો (સુધારા) બિલ, 2021 ને મંજૂરી મળી હતી. વિપક્ષ બિલને સંસદની સ્થાયી સમિતિમાં મોકલવાની માંગ કરી રહ્યું હતું.
આ પણ વાંચોઃ UP માં પહેલાં માફિયારાજ હતું, યોગીજીએ ગુંડાઓને યોગ્ય જગ્યાએ પહોંચાડ્યા: PM મોદી
આ બિલમાં ચૂંટણી સાથે જોડાયેલા વિવિધ સુધારાને સામેલ કરવામાં આવ્યા છે, જેના પર લાંબા સમયથી ચર્ચા થતી રહી છે. સૂત્રોએ કહ્યું કે, આધાર નંબર ન આપવાને કારણે કોઈને અરજી રદ્દ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આધારને મતદાતા યાદીથી જોડવાથી ચૂંટણી આંકડા મેનેજમેન્ટ સાથે જોડાયેલી મોટી સમસ્યાઓમાંથી એકનું સમાધાન થશે. આ સમસ્યા એક જ મદતાતાનું વિવિધ સ્થળો પર નામ હોવા સંબંધિત છે.
સૂત્રોએ કહ્યું કે, આવું મતદાતાઓ દ્વારા વારંવાર નિવાસ સ્થળ બદલવા અને પાછલી નોંધણીને રદ્દ કર્યા વગર નવા સ્થાન પર નામ નોંધાવવાને કારણે હોઈ શકે છે. આ પ્રકારે જે મતદાતાઓના નામ એકથી વધુ સ્થળે મતદાર યાદીમાં એકથી વધુ વાર છે તેને હટાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube