મધેપુરા: લોકસભા ચૂંટણી 2019 માં ત્રીજા તબક્કાનું મતદાન મંગળવાર એટલે આજે છે. બિહારની પાચ બેઠકો પર લોકો તેમના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે. સુરક્ષાને લઇને સંપૂણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત-નેપાળ બોર્ડ પણ સીલ કરી દેવામાં આવી છે. પાંચ લોકસભા બેઠક પર 82 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે. તેમાંથી 77 પુરષ અને માત્ર 5 મહિલા ઉમેદવાર છે. ઝંઝારપુરમાં 17, સુપૌલમાં 20, અરરિયામાં 12, મધેપુરામાં 13  અને અગડિયામાં 20 ઉમેદવાર ચૂંટણી દંગલમાં સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પૂર્વ દિલ્હીના સાંસદે મહેશ ગિરીએ પાઠવી શુભકામના, ગૌતમ ગંભીરે આપ્યું કંઇક આવું રિએક્શન


- ચૂંટણી પંચના આંકડા અનુસાર, સવારે 9 વાગ્યા સુધીમાં બિહારની 5 લોકસભા બેઠક પર કુલ 9.35 ટકા મતદાન થયું છે. મધેપુરામાં 8.75, સુપોલમાં 8.3, અરરિયામાં 10, ઝંઝારપુરમાં 11.5 અને ખગડિયામાં 8 ટકા વોટિંગ થયું છે.
- ઝંઝારપુર લોકસભા બેઠકથી આરજેડી ઉમેદવાર ગુલાબ યાદવ અને જેડીયૂ ઉમેદવાર રામપ્રીત મંડળએ વોટિંગ કર્યું છે. ગુલાબ યાદવે તેમના ગામ ગંગાપુરના બૂથ પર મતદાન કર્યું. તે દરમિયાન તેમણે 2 લાખથી વધારેથી જીતવાનો દાવો કર્યો.
- સુપૌલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેને તેમના મતાધિકારનો પ્રયોગ કર્યો
- મધેપુરા લોકસભા ક્ષેત્રના સહરસા સ્થિત આદર્શ મતદાન કેન્દ્ર સંખ્યા 117, 118, 153 અને 154 પર મહિલા તેમજ પુરૂષ મતદાતાઓની લાંબી લાઇન લાગી છે. મતદાન કેન્દ્ર પર નાના બાળકો માટે બનાવવામાં આવેલા કિલકારી રૂમમાં બાળકોના રમકડાની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદાતાઓ માટે સ્કોટ ગાઇડના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કેન્દ્ર સુધી વ્હીલચેરથી લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
- બિહારની પાંચ લોકસભા બેઠક પર વોટિંગ થઇ રહ્યું છે. પહેલા કલાકમાં 4.3 ટકા મતદાન થયું છે. ઝંઝારપુરમાં 4.5, સુપૌલમાં 4, અરરિયામાં 3 અને મધેપુરા તેમજ ખગડિયામાં 5-5 ટકા વોટિંગ થયું છે.
- અરરિયા લોકસભાના બૂથ સંખ્યા 166 અને 167 પર મતદાતાઓ ઘણા ઉત્સાહી છે. પોલિંગ બૂથ પર લોકોની લાંબી લાઇન લાગી છે.
- મધુબનીના બાબૂબરહીના બૂથ નં 245 અને 246 પર ઇવીએમ ખરાબ થવાનું કારણ મતદાન શરૂ થઇ શકશે નહીં. ઇવીએમ બદવાની પ્રક્રિયા ચાલી રહી છે.
- સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થઇ ગયું છે. અરરિયામાં બૂથ મહિલાઓ અને વૃદ્ધોની લાઇનોમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે.
- મધેપુરા આર્દશ મધ્ય વિદ્યાલયના બૂથ સંખ્યા 228  પર એક મતદાતા દારૂના નશામાં પોલિંગ બુથ પહોંચ્યો હતો. પોલીસ કર્મચારીઓએ તેને સ્થળ પરથી ભગાડી દીધો હતો. યુવકે દારૂ પીધાની વાત સ્વીકારી હતી. જણાવી દઇએ કે બિહારમાં સંપૂર્ણ દારૂબંધી છે.


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...