પૂર્વ દિલ્હીના સાંસદે મહેશ ગિરીએ પાઠવી શુભકામના, ગૌતમ ગંભીરે આપ્યું કંઇક આવું રિએક્શન
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)નું રાજકીય યુદ્ધ તેના શિખર પર છે. ત્યારે આ બધા વચ્ચે એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ ટ્વિટ પૂર્વ દિલ્હીના વર્તમાન સાંસદ મહેશ ગિરીનું છે
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)નું રાજકીય યુદ્ધ તેના શિખર પર છે. ત્યારે આ બધા વચ્ચે એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ ટ્વિટ પૂર્વ દિલ્હીના વર્તમાન સાંસદ મહેશ ગિરીનું છે. મહેશ ગિરીએ આ ટ્વિટમાં ભાજપની તરફથી પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવવામા આવેલા આવેલા ક્રિકેટથી નેતા બન્યા ગૌતમ ગંભીરને શુભકામનાઓ પાઠવી છે. મહેશ ગિરીના આ ટ્વિટ પર ગૌતમ ગંભીરે પણ જવાબ આપ્યો છે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ત્રીજા તબક્કામાં 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ, આકરી સુરક્ષા વ્યવસ્થા
મહેશ ગિરીએ ટ્વિટ કરતા લખ્યું કે, પૂર્વ દિલ્હીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીરને હું મારી શુભકામનાઓ અર્પિત કરૂ છું. મને આશા છે કે તેમના નેતૃત્વમાં અમે પુન: પૂર્વ દિલ્હીથી જીત હાંસલ કરીશું અને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવામાં યોગદાન આપીશું.
તેમણે એક અન્ય ટ્વિટમાં લખ્યું કે 5 વર્ષોમાં મેં પૂર્વ દિલ્હીના વિકાસ હેતું દરેક સંભવ પ્રયાસ કર્યા છે. મને પાર્ટી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને અમારા દરેક કાર્યકર્તાઓનો સહયોગ પણ મળ્યો છે. હું તે બધાનો આભર વ્યક્ત કરુ છું. કાલ સવારે હું ગૌતમ ગંભીરના નામાંકન માટે તેમની સાથે જઇશ. તમે બધા પણ આવો, મારૂ આ નિવદેન છે.
ગૌતમ ગંભીરે જવાબ આપતા કહ્યું, શુભકામનાઓ માટે તમારો આભાર સર. તમારી સલાહ અને સમર્થનની અપેક્ષા રહેશે. જણાવી દઇએ કે, ભાજપે સોમવારે દિલ્હીની બે બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે. ક્રિકેટરથી નેતા બન્યા ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યારે નવી દિલ્હી બેઠકથછી મીનાક્ષી લેખીને ઉમેદવાર જાહેર કરવામાં આવી છે. આ પહેલા રવિવારે દિલ્હીની ચાર બેઠકો પર ભાજપ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે