નવી દિલ્હી : વીવીઆઇપી હેલિકોપ્ટર કેસ (VVIP Chopper scam) માં મોટો ખુલાસો થયો છે. પ્રવર્તન નિર્દેશાલય (ED) અધિકારીઓની બેદરકારીના કારણે આ કેસમાં કથિત આરોપી ફરાર થઇ ચુક્યો છે. ઇડીએ રાતુલ પુરીને પુછપરછ માટે બોલાવ્યો હતો. આરોપ છે કે રાતુલ પુરી પુછપરછમાં સહયોગીઓ નહોતા કરી રહ્યો, જેથી તેની ધરપકડ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે આ વાત સાંભળીને રાતુલ પુરી પુછપરછ દરમિયાન બાથરુમ જવાની પરવાનગી માંગી હતી. તેને ગાર્ડ વગર જ બાથરુમ જવાની પરવાનગી આપવામાં આવી. જેનો ફાયદો ઉઠાવીને તે ઇડી ઓફીસમાંથી ભાગી ગયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમય સુધી પુરી પુછપરછ ચાલી રહી હતી તે રૂમમાં નહી પહોંચતા અધિકારીઓ તેને શોધવા માટે નિકળ્યા હતા, જો કે તપાસ કરતાજાણવા મળ્યું કે તે ભાગી ગયો છે. ત્યાર બાદ ઇડી ઓફીસમાં હોબાળો મચી ગયો હતો. રાતુલની શોધખોળમાં દિલ્હી પોલીસે કનોટ પ્લેસમાં એખ હોટલમાં પણ દરોડા પાડ્યા હતા, જો કે સફળતા મળી નહોતી. જો કે પોલીસ રાતુલની ગાડી અને ડ્રાઇવર મળી ચુક્યા છે. પોલીસ હવે ડ્રાઇવરની પુછપરછ કરીને રાતુલની માહિતી એકત્ર કરી રહી છે. જો ઇડીનાં અધિકારીઓ સતર્ક રહ્યા હોત તો રાતુલ ભાગી જ શક્યો ન હોત .

રાતુલ પુરીનાં ભાગી જવાથી ઇડી અધિકારીઓની બેદરકારી સામે આવી છે અને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાતુલ પુરી તે આરોપી છે જે વીઆઇપી અગસ્તા હેલિકોપ્ટર કેસમાં તેમની કંપનીમાં દુબઇથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ઇડી તપાસ કરી રહી છે. આખરે રાતુલની કંપનીમાં કોના ઇશારે પૈસા આવ્યા અને સમગ્ર વ્યવહાર થયો તેની તપાસ હાલ ચાલી રહી છે. જેના અનુસંધાને પુછપરછ માટે રાતુલને બોલાવવામાં આવ્યો હતો.