TTD ની મોટી જાહેરાત, તિરુમલાના બાલાજી મંદિરમાં VVIP દર્શન થશે બંધ
દેશમાં સૌથી ધનવાન મંદિર તિરુમાલામાં હવે વીવીઆઇપીએ દર્શન બંધ થશે. તિરુમલા દેવસ્થાનમ બોર્ડનાં ચેરમેન વાઇ.વી સુબ્બા રેડ્ડીએ જાહેરાત કરી કે ટુંકમાં જ વીવીઆઇપી દર્શનની વ્યવસ્થા તિરુમલામાં ખતમ થઇ જશે. વીવીઆઇપી દર્શન વ્યવસ્થાને તિરુમલામાં L1, L2, L3 ના નામથી ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થાને બંધ કરવા પાછળનું કારણ તે જણાવવામાં આવી રહ્યું છે કે તેના કારણે મહત્તમ સામાન્ય શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે.
તિરુપતિ : દેશમાં સૌથી ધનવાન મંદિર તિરુમાલામાં હવે વીવીઆઇપીએ દર્શન બંધ થશે. તિરુમલા દેવસ્થાનમ બોર્ડનાં ચેરમેન વાઇ.વી સુબ્બા રેડ્ડીએ જાહેરાત કરી કે ટુંકમાં જ વીવીઆઇપી દર્શનની વ્યવસ્થા તિરુમલામાં ખતમ થઇ જશે. વીવીઆઇપી દર્શન વ્યવસ્થાને તિરુમલામાં L1, L2, L3 ના નામથી ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થાને બંધ કરવા પાછળનું કારણ તે જણાવવામાં આવી રહ્યું છે કે તેના કારણે મહત્તમ સામાન્ય શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે.
BJP-RSS નું મોટુ પરિવર્તન, સંગઠમ મહામંત્રીને સોંપાઇ મહત્વની જવાબદારી
દેવસ્થાન બોર્ડ માટે રોજિંદી રીતે સૌથી મોટો પડકાર સામાન્ય શ્રદ્ધાળુઓ અને વીઆઇપીને ઝડપથી દર્શન કરાવવાની હોય છે. જો કે તેમ છતા પણ અહીં સામાન્ય શ્રદ્ધાળુઓને કલાકોથી માંડીને દિવસો સુધી રાહ જોવી પડી હતી. અહીં રોજિંદી રીતે વીવીઆઇપી આવે છે, એવામાં સામાન્ય શ્રદ્ધાળુઓને પણ સમસ્યા થાય છે. દેવસ્થાન બોર્ડની ઉતર પણ આ વીવીઆઇપીએસને દર્શન કરાવવાનો પડકાર હોય છે.
કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા શિરડી, દરેક પક્ષ ઠોકે છે દાવા !
દિલ્હી કોંગ્રેસનો કકળાટ ફરી સામે આવ્યો, શીલાના નિર્ણય પર ચાકોએ ઉઠાવ્યા સવાલ !
ચેરમેન વાઇવી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, મે જે દિવસે ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી મારા પ્રયાસો અહીં વ્યવસ્થાઓને પોતાનાં સીએમ જગન મોહન રેડ્ડીનાં આદેશ અનુસાર ચલાવવાની છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે અહીં દરેક કામમાં સંપુર્ણ પારદર્શીતા હોય. તે જ મે દેવસ્થાનમ બોર્ડમાં કર્યું છે. જેના હેઠળ અમે નિર્ણય લીધો છે કે હવે અમે L1 L2 અને L3 જેવી વીઆઇપી વ્યવસ્થાને ખતમ કરી દેશે. તેના કારણે સામાન્ય શ્રદ્ધાળુઓને મહત્વ આપવામાં આવશે.