નવી દિલ્હી/ચંદીગઢ (અમન કપૂર): અંબાલા કેન્ટ (Ambala Cantt) માં મોડી રાત્રે કિંગ પેલેસની દિવાલ ધસી પડતાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 5 લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતનું કારણ કિંગ પેલેસની પાછળ બની રહેલા સરકારી પાર્કિંગને ગણાવવામાં આવી રહ્યું છે. જેના લીધે પેલેસની દિવાલ નબળી પડી ગઇ હતી. હાલ પોલીસે તપાસ આદરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

200 ભાગલાવાદી નેતા હોટલમાં નજરકેદ, દરેક કાશ્મીરી દેશ વિરોધી નથી: રામ માધવ


મળતી માહિતી અનુસાર અંબાલા કેન્ટમાં મોડી રાત્રે કિંગ પેલેસની દિવાલ ઝૂંપડીઓ પર પડી હતી. જેના લીધે ઝૂંપડીઓમાં રહેનાર તસ્લીમ (43), બાલા સ્વામી (22), અમિત (12), સુજીત (7) અને બાબૂનું મોત નિપજ્યું હતું અને ઇજાગ્રસ્ત નાની બાળકીને પીજીઆઇ ચંદીગઢ રીફર કરવામાં આવી છે. આ અકસ્માત બાદ મોડી રાત્રે હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ, કોંગ્રેસ ઉમેદવાર વેણુ અગ્રવાલ તથા અપક્ષ ઉપેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા ઉત્તરી પૂર્વ મંત્રી નિર્મલ સિંહની પુત્રી ચિત્રા સરવારા પણ પીડિતોના પરિવારને મળવા માટે પહોંચી હતી. 

મુંબઈ મેટ્રો: આરે કોલોનીમાં ઝાડ કાપવાનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ, 60 લોકોની અટકાયત


હાલ અકસ્માતને લઇને માનવામાં આવી રહ્યું છે કે પેલેસની દિવાલ નબળી પડવાનું કારણ સાથે બની રહેલું સરકારી પાર્કિંગ છે, જેના લીધે દિવાલ નબળી પડી હતી અને મોડી રાત્રે ઢળી પડી હતી. પરંતુ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અનિલ વિજએ આ મામલે તપાસના આદેશ આપવાની વાત કરી છે.