મુંબઈ મેટ્રો: આરે કોલોનીમાં ઝાડ કાપવાનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ, 60 લોકોની અટકાયત

મુંબઈના આરે કોલોનીમાં ઝાડ કાપવાનો વિરોધ કરનારી અરજીઓ હાઈ કોર્ટમાંથી ફગાવી દેવાયા બાદના ગણતરીના કલાકો બાદ કાર્યકરોએ આરોપ લગાવ્યો કે પ્રશાસને ઝાડ કાપવાના શરૂ પણ કરી દીધા છે. કાર્યકરોએ આરોપ લગાવ્યો કે જે 2600 ઝાડ કાપવાના છે તેમાંથી 200 ઝાડ શુક્રવારે કાપી પણ નખાયા. આ બાજુ આરે કોલોની જતા તમામ રસ્તાઓ પર પોલીસે બેરિકેડ લગાવી દીધી છે. કોલોનીના 3 કિમી સુધીના વિસ્તારમાં કોઈને પણ જવાની મંજૂરી નથી. 60 લોકોની અટકાયત કરી છે. 

મુંબઈ મેટ્રો: આરે કોલોનીમાં ઝાડ કાપવાનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ, 60 લોકોની અટકાયત

મુંબઈ: મુંબઈના લીલોતરી વિસ્તાર આરે કોલોનીમાં ઝાડ કાપવાનો વિરોધ કરનારી અરજીઓ હાઈ કોર્ટમાંથી ફગાવી દેવાયા બાદના ગણતરીના કલાકો બાદ કાર્યકરોએ આરોપ લગાવ્યો કે પ્રશાસને ઝાડ કાપવાના શરૂ પણ કરી દીધા છે. કાર્યકરોએ આરોપ લગાવ્યો કે જે 2600 ઝાડ કાપવાના છે તેમાંથી 200 ઝાડ શુક્રવારે કાપી પણ નખાયા. આ બાજુ આરે કોલોની જતા તમામ રસ્તાઓ પર પોલીસે બેરિકેડ લગાવી દીધી છે. કોલોનીના 3 કિમી સુધીના વિસ્તારમાં કોઈને પણ જવાની મંજૂરી નથી. 60 લોકોની અટકાયત કરી છે. 

સોશિયલ મીડિયા પર ઝાડ કાપવાનો વીડિયો વાઈરલ થઈ ગયો પરંતુ મુંબઈ મેટ્રો રેલવે નિગમના અધિકારીઓ દ્વારા હજુ એ અધિકૃત માહિતી જાહેર કરાઈ નથી કે શું ખરેખર નિયોજિત મેટ્રો શેડ માટે ઝાડ કાપવાનું કામ શરૂ થઈ ગયું છે કે શું?જો કે સમગ્ર પ્રસ્તાવિત કાર શેડ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે. કારણ કે શુક્રવારે મોડી રાતે સેંકડો લોકો ઝાડ કપાતા રોકવા માટે પહોંચ્યા હતાં. અનેક ટ્વીટ દ્વારા આ મુદ્દે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર અને બૃહદ મુંબઈ મહાનગરપાલિકની ટીકા કરવામાં આવી છે. 

— ANI (@ANI) October 4, 2019

અનેક બોલિવૂડ હસ્તીઓ જેમ કે સ્વરા ભાસ્કર, ફિલ્મકાર ઓનિર સહિતની હસ્તીઓએ પણ ટ્વીટ કરીને આ ઝાડ કાપવાનો વિરોધ કરી રહ્યાં છે. કેટલાક લોકો તો એમ પણ લખી રહ્યાં છે કે આરે કોલોનીને બરબાદ કરવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં  ભલે શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન હોય પરંતુ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે આ મુદ્દે અલગ મત ધરાવે છે. 

જુઓ LIVE TV

આદિત્ય ઠાકરેએ જંગલો કાપવાનો વિરોધ કર્યો છે. આ સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પર્યાવરણ મુદ્દે એકમત નથી. આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જળવાયુ પરિવર્તન પર કેન્દ્ર સરકારના મંત્રાલયનો કોઈ અર્થ નથી. મુંબઈ મેટ્રોના નિર્માણની સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે પણ વાત કરવી સંવેદનહીનતા છે. આરેની આસપાસના વિસ્તારમાં પર્યાવરણને તબાહ કરાઈ રહ્યું છે. હકીકતમાં પ્રદર્શનકારીઓનો વિરોધ મેટ્રો પ્રોજેક્ટ નથી પરંતુ તેઓ નથી ઈચ્છતા કે કારશેડ અહીંના 2600થી વધુ ઝાડને કાપીને બનાવવામાં આવે. 

એમએમઆરસીએલનું કહેવું છે કે તેમની પાસે ઝાડ કાપવાની મંજૂરી છે. જ્યારે પ્રદર્શનકારીઓનું કહેવું છે કે એમએમઆરસીએલ આ ઝાડ ત્યારે જ કાપી શકે જ્યારે મંજૂરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર અપલોડ થયાને 15 દિવસ વીતી ગયા હોય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news