Waqf Amendment Bill 2024: આજે લોકસભામાં રજૂ થશે વક્ફ સંશોધન બિલ 2024, નવા બિલની વિગતો ખાસ જાણો
બિલ દ્વારા 1995 અને 2013ના વક્ફ કાયદાઓમાં સંશોધન કરવામાં આવ્યું છે. બિલમાં 1995ના વક્ફ કાયદાનું નામ બદલીને યુનીફાઈડ વક્ફ મેનેજમેન્ટ, ઈમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995 (Unified Waqf Management , Empowerment, Efficiency and Development Act 1995) રાખવામાં આવ્યું છે. આ બિલ દ્વારા જૂના કાયદામાં લગભગ 40 ફેરફાર કરવામાં આવશે.
વક્ફ બોર્ડના જૂના કાયદામાં ફેરફાર માટે વક્ફ બોર્ડ સંશોધન બિલ 2024 (Waqf Amendment Bill 2024) આજે સંસદમાં રજૂ કરવામાં આવશે. અલ્પસંખ્યક મામલાઓના મંત્રી કિરેન રિજિજૂ આ બિલને પ્રશ્નકાળ બાદ રજૂ કરશે. આ બિલ અંગે પહેલેથી જ વિવાદ થયો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવી સંસ્થાઓ અને એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સરકારના આ પગલાં પર આકરો વિરોધ નોંધાવ્યો છે.
બિલ દ્વારા 1995 અને 2013ના વક્ફ કાયદાઓમાં સંશોધન કરવામાં આવ્યું છે. બિલમાં 1995ના વક્ફ કાયદાનું નામ બદલીને યુનીફાઈડ વક્ફ મેનેજમેન્ટ, ઈમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995 (Unified Waqf Management , Empowerment, Efficiency and Development Act 1995) રાખવામાં આવ્યું છે. આ બિલ દ્વારા જૂના કાયદામાં લગભગ 40 ફેરફાર કરવામાં આવશે. બિલમાં કહેવાયું છે કે 1995 અને 2013ના કાયદાઓ છતાં રાજ્ય વક્ફ બોર્ડના કામકાજમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી અને વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ અને સંચાલનમાં પારદર્શકતાનો અભાવ છે.
શું ફેરફાર થઈ શકે છે?
વક્ફ કાનૂન 1995નું નામ બદલીને યુનીફાઈડ વક્ફ મેનેજમેન્ટ, ઈમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995 રાખવામાં આવશે.
કેન્દ્રીય વક્ફ પરિષદ અને રાજ્ય વક્ફ બોર્ડમાં મુસ્લિમ અને બિન મુસ્લિમને યોગ્ય પ્રતિનિધિત્વ હશે.
એક કેન્દ્રીય પોર્ટલ અને ડેટાબેસના માધ્યમથી વક્ફના રજિસ્ટ્રેશનની રીતને સુવ્યવસ્થિ કરવાની રહેશે.
આ સાથે જ બે સભ્યો સાથે ટ્રિબ્યુનલ સંરચનામાં સુધાર થશે. ટ્રિબ્યુનલના આદેશો વિરુદધ 90 દિવસની અંદર કોર્ટનો દરવાજો ખખડાવવાનો સમય નક્કી કરાયો છે. વક્ફની સંપત્તિઓના સર્વેક્ષણ માટે સર્વે કમિશનરનો અધિકાર જિલ્લાધિકારને અપાયો છે.
વક્ફ પરિષદમાં કેન્દ્રીય મંત્રી, ત્રણ સાંસદ, મુસ્લિમ સંગઠનોના ત્રણ વ્યક્તિ, મુસ્લિમ કાયદાના ત્રણ જાણકાર, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના બે પૂર્વ જજ, એક પ્રસિદ્ધ વકીલ, રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચાર લોકો, ભારત સરકારના એડિશનલ કે જોઈન્ટ સચિવ વગેરે હશે. તેમાં બે મહિલાઓનું હોવું જરૂરી રહેશે.
એક બિલ દ્વારા મુસલમાન વક્ફ કાયદો 1923 કરાશે સમાપ્ત
સંશોધન બિલ 2024 દ્વારા સરકાર 44 સંશોધન કરવા જઈ રહી છે. સરકાર વક્ફ સંબંધિત બે બિલ સંસદમાં લાવશે. અત્રે જણાવવાનું કે મુસલમાન વક્ફ કાયદો 1923 બ્રિટિશ રાજમાં વક્ફ સંપત્તિઓને નક્કી કરવા અને તેની યાદી બનાવવા માટે બનાવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજની ફરિયાદ હતી કે દેશમાં મુસલમાનોની સંપત્તિો પર કબજો જમાવવામાં આવી રહ્યો છે. આ ફરિયાદને દૂર કરવા માટે મુસલમાન વક્ફ કાયદો 1923 બનાવવામાં આવ્યો હતો.
બીજા બિલ દ્વારા વક્ફ કાદો 1995માં મહત્વપૂર્ણ સંશોધન થશે
- વક્ફ કાયદો 1995ના સેક્શન 40ને હટાવવામાં આવી રહી છે જે હેઠળ વક્ફ બોર્ડને કોઈ પણ સંપત્તિને વક્ફની સંપત્તિ જાહેર કરવાનો અધિકાર હતો.
- મુસ્લિમ મહિલાઓ અને બિન મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે.
- બોહરા અને આગાખાનીઓ માટે એક અલગ ઔકાફ બોર્ડની સ્થાપનાનો પણ પ્રસ્તાવ છે.
- મુસ્લિમ સમુદાયો વચ્ચે શિયા, સુન્ની, બોહરા, આગાખાનીઓના પ્રતિનિધિત્વની જોગવાઈ કરે છે.
- વક્ફ ને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઈસ્લામનું પાલન કરનારા અને એવી સંપત્તિઓનું સ્વામિત્વ ધરાવનારા કોઈ પણ વ્યક્તિ દ્વારા વક્ફ તરીકે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવાનું છે.
- એક કેન્દ્રીય પોર્ટલ અને ડેટાબેસના માધ્યમથી વક્ફના રજિસ્ટ્રેશનની રીતને સુવ્યવસ્થિત કરી બે સભ્યો સાથે ટ્રિબ્યુનલ સંરચનામાં સુધારો કરવા અને ટ્રિબ્યુનલના આદેશો વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ માટે 30 દિવસનો સમય. વક્ફ સંપત્તિઓના સર્વેક્ષણ માટે સર્વે કમિશનરનો અધિકાર કલેક્ટર કે કલેક્ટર દ્વારા સિલેક્ટેડ ડેપ્યુટી કલેક્ટરને હશે.
- કોઈ પણ સંપત્તિને વક્ફ તરીકે નોંધતા પહેલા તમામ સંબંધિત પક્ષોને યોગ્ય નોટિસ.
- વક્ફ પરિષદમાં કેન્દ્રીય મંત્રી, ત્રણ સાંસદ, મુસ્લિમ સંધનના ત્રણ વ્યક્તિ, મુસ્લિમ કાયદાના ત્રણ જાણકાર, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના બે પૂર્વ જજ, એક પ્રસિદ્ધ વકીલ, રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચાર લોકો, ભારત સરકારના એડિશનલ કે જોઈન્ટ સચિવ વગેરે હશે. જેમાંથી ઓછામાં ઓછી બે મહિલા જરૂરી.