શિવાંક મિશ્રા/દિલ્હી: મંદિર અને સરકારી સંપત્તિઓ પર દાવા બાદ વક્ફ બોર્ડનો દિલ્હીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ  (ASI)ના 156 સ્મારકો પર દાવો સામે આવ્યો છે. વક્ફના દાવામાં વિશ્વ ધરોહર હુમાયુનો મકબરો પરિસર અને કુતુબ મિનાર પરિસર પણ સામેલ છે. ZEE NEWS પર રહેલા વક્ફ બોર્ડના દસ્તાવેજોમાં વક્ફે 156 સ્મારકો પર દાવો કર્યો છે અને તેના પર ASI નું અતિક્રમણ પણ ગણાવી દીધુ છે. વક્ફના દાવાની હદમાં કુતુબ મિનાર પરિસરમાં રહેલો અશોક સ્તંભ પણ સામેલ છે જે ભારતમાં ઈસ્લામના આગમન પહેલેથી અસ્તિત્વમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

156 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજાનો દાવો
ZEE NEWS પાસે દિલ્હી વક્ફ બોર્ડનો Super Exclusive દસ્તાવેજ હાથ લાગ્યો છે જેમાં દિલ્હી વક્ફ બોર્ડ જણાવી રહ્યું છે કે ASI એ દિલ્હીમાં તેની 156 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો કર્યો છે. આ યાદીમાં ASI દ્વારા સંરક્ષિત અનેક ઐતિહાસિક સ્મારક છે. જેમાં 90 નંબર પર વિશ્વ ધરોહર હુમાયનો મકબરો પણ સામેલ છે જેને વક્ફ બોર્ડ પોતાની સંપત્તિ ગણાવી રહ્યું છે. 


કુતુબ મિનાર પરિસરમાં રહેલા કુવત્તુલ ઇસ્લામ મસ્જિદ જેને 27 હિન્દુ જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હતી અને હજુ તે કેસ કોર્ટમાં ચાલે છે. તેના સમગ્ર પરિસરને પણ વક્ફ બોર્ડ પોતાની સંપત્તિ જણાવે છે જેમાં ચોથી શતાબ્દીનો ચંદ્રગુપ્ત દ્વિતિયનો પ્રાચીન લોહ સ્તંભ પણ છે જે ભારતમાં ઈસ્લામના આગમન કરતા પણ જૂનો છે. 


દરેક પ્રાચીન વસ્તુ પર વક્ફ બોર્ડની નજર
દિલ્હીનું મંદિર હોય કે સ્મશાન, ડીટીસી નો બસ ડેપો...વક્ફની નજર દિલ્હીની એ દરેક વસ્તુ પર છે જે પ્રાચીન છે. દાખલા તરીકે કુતુબ મિનાર પરિસર...અહીં બનેલી કુવાત્તુલ ઈસ્લામ મસ્જિદ. જે મંદિરો તોડીને બનાવેલી છે અને કોર્ટમાં કેસ ચાલે છે. દીવાલો પર હિન્દુ મંદિરના ચિન્હો છે પરંતુ વક્ફ બોર્ડના જણાવ્યાં મુજબ આ તો તેની સંપત્તિ છે અને એએસઆઈએ કબજો જમાવેલો છે. પરંતુ વાત ફક્ત 27 હિન્દુ જૈન મંદિરો તોડીને બનાવેલી મસ્જિદની જ નથી પરંતુ વક્ફના દાવા મુજબ તો આ 1600 વર્ષ જૂનું રાજા વિક્રમાદિત્યનો લોહ સ્તંભ પણ તેમનો છે કારણ કે વક્ફનો દાવો કુવત્તુલ ઈસ્લામના સમગ્ર પરિસર પર છે. 


ASI પર કબજાનો આરોપ
બાદશાહ હુમાયુ કે દારા શિકોહે વિચાર્યું પણ નહીં હોય કે તેમના મોતના વર્ષો બાદ દિલ્હી વક્ફ બોર્ડ તેમના મકબરા પર પોતાનો દાવો ઠોકરશે. પરંતુ જે  હુમાયાના મકબરા નામના સ્મારકમાં હુમાયુ કે દારા શિકોહ દફન છે જેનું ASI સંરક્ષણ કરે છે, વિશ્વ ધરોહર છે તે વક્ફ બોર્ડ મુજબ તેમનું છે અને ASI એ કબજો જમાવેલો છે. 


અહીંથી અટકતું નથી...
વક્ફ બોર્ડનું પેટ ફક્ત એક સ્થળથી થોડું  ભરાશે. તેણે તો પરિસરમાં રહેલા અન્ય સ્મારકોને પણ પોતાની સંપત્તિ જાહેર કરેલી છે. આ સ્મારકો પર વકફના દાવામાં, ઘણી જગ્યાએ વક્ફ બોર્ડે લખ્યું છે કે કેટલીક મિલકતનો વકફ ઇસ્લામિક આક્રમણખોર ઐબકે પોતે કર્યો હતો, જ્યારે કેટલાકમાં વક્ફ દાવો કરે છે કે લોધી દ્વારા મિલકત તેમના નામે વકફ કરવામાં આવી હતી પરંતુ એએસઆઈના અધિકારીઓનું માનીએ તો વક્ફે આજ સુધી ASI સામે ફક્ત દાવા જ કર્યા છે. ક્યારેય કોઈ શાસક દ્વારા સંપત્તિ વક્ફ કરવાના પુરાવા આપ્યા નથી.


દાવા પર શંકા કેમ
વક્ફના દાવાઓમાં શંકા એટલા માટે પણ ઉપજી રહી છે કારણ કે ઈતિહાસ મુજબ ભારતમાં સંપત્તિ વક્ફ કરવાની શરૂઆત ફિરોઝ શાહ તુગલકના સમય 14મી શતાબ્દીમાં થઈ હતી. પરંતુ વક્ફ બોર્ડના દાવાઓમાં તો તે પહેલાના સમયનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. જેના પુરાવા તેણે આજ સુધી કોઈ એજન્સીને આપ્યા નથી. હા  ONCE A WAQF ALWAYS A WAQF નો દાવો જરૂર ઠોકી દીધો.