નવી દિલ્હી/ અયોધ્યા/ ફૈજાબાદ: રામ મંદિર મામલ પર પોતાનું સમર્થન અને દલીલોથી ચર્ચામાં રહેલા શિયા સેન્ટ્રલ વાક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિજવીએ સોમવારે (01 ઓક્ટોબર) અયોધ્યા પહોંચ્યા અને રામલલાના દર્શન કરી હિન્દુ પક્ષકોરો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને એઆઇએમઆઇએમના સંસદ અસદુદ્દીન ઓવેસીને ‘વગર મૂછનો રાવણ’ કહ્યો હતો. રિજવીએ કહ્યું કે રામલલા દર્શન માર્ગ પર રામભક્તોની દશા જોઇને દુ:ખ થાય છે. બાબરના વકીલો રામ ભક્તો પર અત્યાચારો કરી રહ્યાં છે, પર રામ ભક્તોનો જુસ્સો જોઇને ખુશી થઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિવજીએ જણાવ્યું હતું કે રામલલાના દર્શનની સાથે સાથે હિન્દુ પક્ષકારો તેમજ સાંધુ-સંતોની મુલાકાત પણ કરી હતી. અહીંયા મુસ્લિમ પક્ષકારોની સાથે મુલાકાતનો કોઇ અર્થ નથી. તેમણે કહ્યું કે સમગ્ર દુનિયામાં જેટલા પણ હિન્દુ ધર્મના અનુયાયીઓ છે, તેમનામાં માનવતા બાકી છે, પરંતુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અસદુદ્દીન ઓવેસી જેવા વગર મૂછોના રાવણ પણ છે, જે ભગવાન રામનો વિરોધ કરવા માટે ઉત્સાહિત છે.



તેઓ ઇરાદાપૂર્વક પ્રભુ રામના મંદિર નિર્માણમાં અવરોધો બન્યા છે અને રામ મંદિરનું નિર્માણ અટકાવી રહ્યાં છે. આ ખૂબ જ અફસોસની વાત છે કે આ લોકોના કારણે, ભગવાન રામના મંદિરને અદાલતના હુકમની રાહ જોવી પડી રહી છે. વસીમ રિજવીએ કહ્યું રામ મંદિર નિર્માણ મારું મિશન છે, એટલા માટે ભગવાન રામ મારા સપનામાં આવ્યા હતા. મારા ધ્યાનમાં માત્ર રામ મંદિર નિર્માણની વાત ચાલી રહી છે. આ આપણું મિશન છે. મંદિર મામલે આપણે પણ એક પક્ષકાર છે અને આપણો પક્ષ મજબુત રહેશે.



તમને જણાવી દઇએ કે હાલમાં શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિજવીનું કહેવું છે કે આયોધ્યામાં રામ મંદિર બનાવવાના મામલે બોર્ડનો દાવો પાછો ખેંચવા માટે તેમના પર આંતરરાષ્ટ્રીય સ્તર પર કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા દબાણ બાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ક્યારેક ધમકાવવામાં આવ છે તો ક્યારેડ ડરાવીને પાછળ હટી જવાનું કહવામાં આવે છે. રિજવી આ નિવેદન આપ્યું હતું કે શિયા સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરૂ ઇરાકના અયાતુલ્લાહ અલ સૈયદ અલી અલ હુસૈની અલ શીસ્તાનીના તે આદેશે બાદ આવ્યો હતો, જેમાં કહ્યું હતું કે શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વક્ફની સંપત્તિ રામ મંદિર અથાવ કોઇપણ પ્રકારના ધાર્મિક સ્થળના નિર્માણ માટે આપી શકાય નહીં.