DNA ANALYSIS: ક્યારે બંધ થશે બંગાળમાં રાજકીય સીરિયલ કિલિંગ? શું ફરીથી લાગશે રાષ્ટ્રપતિ શાસન!
ચૂંટણીના પરિણામો બાદથી જ પશ્ચિમ બંગાળ ટીએમસીના જીતના ઈંધણથી સળગી રહ્યું છે અને ભાજપના કાર્યકરોમાં ડરનો માહોલ છે. ભાજપને મત આપનારા લોકો ઘરોમાં છૂપાઈ ગયા છે કારણ કે તેમને પોતાની હત્યાનો ડર છે.
નવી દિલ્હી: આજે અમે 51 વર્ષ પહેલા એટલે કે 1970 દરમિયાન એક પત્રિકામાં છપાયેલી તસવીર વિશે વાત કરીશું. તે વખતે દેશમાં લોકસભા ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી હતા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હતુ. તે સમયે CPM એ 6 પક્ષો સાથે ગઠબંધન બનાવ્યું હતું અને જ્યોતિ બસુ ઈન્દિરા ગાંધી માટે બંગાળમાં પડકાર બન્યા હતાં.
ત્યારે આ ચૂંટણી બે કારણોસર મહત્વપૂર્ણ હતી. પહેલું કારણ એ કે લેફ્ટ પાર્ટીઓ કોંગ્રેસ પર હાવી થઈ રહી હતી અને બીજુ કારણ પૂર્વ પાકિસ્તાન જે હવે બાંગ્લાદેશ છે. ત્યાં પાકિસ્તાનની સેના લોકોનું દમન કરી રહી હતી. આ તસવીરની વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કરે જેથી કરીને તમે પશ્ચિમ બંગાળમાં રાજનીતિના ટેપ્લેટને સમજી શકો. કારણ કે ત્યાં આજથી 51 વર્ષ પહેલા જેવી રાજનીતિ થતી હતી તેવું જ સ્વરૂપ આજે પણ છે.
ભાજપ સમર્થકો પર થઈ રહ્યા છે હુમલા
અંતર બસ એટલું જ છે કે 1970માં મુકાબલો જ્યોતિ બસુ Vs ઈન્દિરા ગાંધી હતો અને હવે મુકાબલો મમતા બેનર્જી Vs નરેન્દ્ર મોદી છે. પશ્ચિમ બંગાળનો ખૂની સંઘર્ષ આ રાજનીતિક સંસ્કૃતિનો ભાગ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત બાદ રાજ્યમાં હિંસા અને આગજનીની ઘટનાઓ થઈ રહી છે અને ચૂંટણી પરિણામો બાદથી ભાજપ કાર્યકરો અને તેમને મત આપનારા લોકો પર વીણી વીણીને હુમલા થઈ રહ્યા છે.
અત્યાર સુધી 12 લોકોના થઈ ચૂક્યા છે મોત
ચૂંટણીના પરિણામો બાદથી જ પશ્ચિમ બંગાળ ટીએમસીના જીતના ઈંધણથી સળગી રહ્યું છે અને ભાજપના કાર્યકરોમાં ડરનો માહોલ છે. ભાજપને મત આપનારા લોકો ઘરોમાં છૂપાઈ ગયા છે કારણ કે તેમને પોતાની હત્યાનો ડર છે. આ ડર બંગાળમાં છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. રવિવાર રાતથી અત્યાર સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં થયેલી ઝડપોમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. જો કે પોલીસે એ નથી જણાવ્યું કે મૃતકો કઈ પાર્ટી સાથે જોડાયેલા હતા. પરંતુ ભાજપે જણાવ્યું કે તેના 6 લોકો હિંસામાં ટીએમસીના કાર્યકરોના હાથે માર્યા ગયા છે.
સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હિંસાનો મામલો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા પહોંચ્યા જ્યાં તેમણે હિંસામાં માર્યા ગયેલા કાર્યકરોના પરિજનો સાથે મુલાકાત કરી અને હિંસા માટે ટીએમસીને જવાબદાર ઠેરવી. પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસાનો આ મામલો ગઈ કાલે સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ગયો. જ્યાં બે અરજી દાખલ થઈ છે. જેમાં એક અરજીમાં હિંસાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગણી કરાઈ છે જ્યારે બીજી અરજીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી થઈ છે. આથી અનેક લોકોના મનમાં સવાલ છે કે શું પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે? કારણ કે ત્યાં બે દિવસ પહેલા જ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા છે અને લોકશાહી રીતે લોકોએ ટીએમસીને નવી સરકાર માટે પસંદ કરી છે. તેને સમજવા માટે તમારે આપણા બંધારણને સમજવું પડશે.
ક્યારે લાગી શકે રાષ્ટ્રપતિ શાસન?
1 પહેલી સ્થિતિ- જેનો ઉલ્લેખ આપણા બંધારણની કલમ-356માં મળે છે. જે મુજબ જો રાષ્ટ્રપતિને એવું લાગે કે રાજ્ય સરકાર બંધારણ મુજબ કામ કરી રહી નથી તો તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે.
2 બીજી સ્થિતિ- જો રાજ્યમાં ચૂંટણી બાદ પણ કોઈ પક્ષ કે ગઠબંધન સરકાર બનાવવાની સ્થિતિમાં ન હોય અને જે પાર્ટી સરકારમાં હોત તે બહુમત ગુમાવી દે અથવા વર્તમાન સરકાર રાજીનામું આપી દે. ત્યારે પણ આર્ટિકલ 356 દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. જો કે આ પોઈન્ટ પશ્ચિમ બંગાળની હાલની સ્થિતિનો આધાર બની શકે નહીં. કારણ કે ત્યાં ટીએમસીએ બહુમત કરતા વધુ સીટો બીજી છે અને તેની પાસે સરકાર બનાવવા માટે જનમત છે.
3. ત્રીજી સ્થિતિ- જેમાં કહેવાયું છે કે જો રાજ્ય સરકાર કેન્દ્રના કોઈ બંધારણીય આદેશનું પાલન ન કરે અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા ગંભીર સ્થિતિએ પહોંચી ગયા હોય તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં આ વાત કહેવાઈ છે.
રાજ્યપાલ કરે છે રાષ્ટ્રપતિ શાસનની માગણી
જો કે આ માગણીને છોડી દઈએ તો પશ્ચિમ બંગાળમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું સરળ નહીં રહે. પરંતુ ભાજપના નેતા દિલિપ ઘોષે તેની માંગણી કરી છે. કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી ત્યાના રાજ્યપાલ દ્વારા કરાય છે. રાજ્યપાલ તેના પર રિપોર્ટ બનાવે છે અને ત્યારબાદ આ નિર્ણય રાષ્ટ્રપતિના વિવેક પર નિર્ભર રહે છે. અને હાલની સ્થિતિમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રાજનીતિક હિંસાને લઈને ખુબ ચિંતિત છે.
પીએમ મોદીએ રાજ્યપાલ સાથે કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે ફોન પર વાત કરી અને પશ્ચિમ બંગાળની કાયદા વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી. રાજ્યપાલે કહ્યું કે બંગાળમાં હિંસા અને હત્યાઓ બેરોકટોક ચાલુ છે અને તેને નિયંત્રણ કરવી જરૂરી છે. મોટી વાત એ છે કે રાજ્યપાલે આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ કહી છે.
જુઓ VIDEO
કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓએ આ દવા ન લેવી જોઈએ, ઓક્સિજન લેવલ ઓછું થઈ શકે છે
સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube