નવી દિલ્હી : મહારાષ્ટ્રના નાસિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાજનાદેશ યાત્રાના સમાપન અવસરે જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે, આજે હું એક વિશેષ પ્રકારની ધન્યતાનો અનુભવ કરૂ છું અને હું આ ક્ષણને મારા જીવનની બહુમૂલ્ય પળ માનું છું. આજે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છત્રપતિ ઉદયને મારા માથા પર એક છત્ર રાખ્યું છે. આ સન્માન પણ છે અે છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યેના દાયિત્વનું પણ પ્રતિક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે લોકસભા ચૂંટણી ચરમસીમાએ હતી ત્યારે હું ડિંડોરીમાં એક સભા સંબોધન કરવા આવ્યો હતો. આ સભામાં એટલો મોટો જનસૈલાબ ઉમટ્યો હતો કે, દેશમાં ચાલી રહેલ ભાજપની લહેરને વધુ પ્રચંડ બનાવી હતી. આજે નાસિકની આ રેલી એના કરતાં પણ વધુ આગળ છે. 


તેમણે કહ્યું કે, અગાઉની સરકારોમાં રાજકીય અસ્થિરતાના કારણે મહારાષ્ટ્રે જે ગતિથી આગળ વધવું જોઇએ એ ગતિથી આગળ વધી શક્યું નથી. મહાનગરી મુંબઇની ઝાકમજોળથી અંતરિયાળ વિસ્તાર અને ખેડૂતો રાજકીય અસ્થિરતાના શિકાર બન્યા છે.