નવી દિલ્હી : બોલિવુડ અભિનેત્રી સની લિયોનીનો અંદાજ લોકોને ખુબ પસંદ આવે છે. તે હંમેશા નવા-નવા અવતારમાં જોવા મળે છે. પછી તે બેબી ડોલ હોય કે લૈલા હોય કે પચી ડર્ટી ગર્લ હોય. સની લિયોનીનાં આ ગીતની ધુન આજે પણ લોકોનાં હૃદય પર રાજ કરે છે. આ ક્રમમાં સનીનું વધારે એક નવું સોંગ લવ એક્સીડેન્ટ હાલનાં દિવસોમાં ઇન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યું છે. આ ગીતમાં સની એકલી નથી, પરંતુ તેની સાથે પ્રખ્યાત કોમેડિયન કૃષ્ણા અભિષેક પણ જોવા મળી રહ્યા છે. સનીનાં આ ગીતને તપોશ અને હરજોત કૌરે ગાયું છે અને લિરિક્સ શ્લોક લાલનાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBI ગ્રાહકો સાવધાન! 1 જાન્યુઆરીથી નહી ઉપાડી શકો પૈસા, ઝડપથી કરો આ ઉપાય...

3 લાખ કરતા પણ વધારે વખત જોવાઇ ચુક્યો છે વીડિયો
એખ દિવસ પહેલા જ Zee Music Company દ્વારા You tube પર અપલોડ કરાયેલ આ ગીતને અત્યાર સુધી 3 લાખ કરતા વધારે જોવાઇ ચુક્યું છે. નોંધનીય છે કે, ભારતીય મુળની કેનેડિયન અભિનેત્રી સની લિયોનીનું કહેવું છે કે તે અલગ અલગ ભાષાઓની ફિલ્મોમાં કામ કરવાથી તેને કોઇ પરેશાની નથી. તે ઝડપથી તમિલ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. તેણે કહ્યું કે, તે માત્ર હિંદી ફિલ્મો નહી દરેક ભાષામાં ફિલ્મો કરવા માંગુ છું. અલગ અલગ ભાષાઓથી કોઇ જ પરેશાની નથી. સની લિયોનીનું અસલી નામ કરણજીત કૌર વોહરા છે. તે ફિલ્મ વીરમાદેવી થકી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરી રહી છે. 
PM મોદી મહારાષ્ટ્રને આપશે 41 હજાર કરોડની ભેટ, અકલ્પનીય યોજનાઓનું ભુમિપુજન...