Watch Video: મધરાતે એવું તે થયું કે AAP-BJP ના કોર્પોરેટરોએ કરી હાથાપાઈ? તમામ મર્યાદાઓ કરી પાર
Watch Video: દિલ્હીમાં જ્યારે લોકો મધરાતે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે એમસીડી સદનમાં કોર્પોરેટરો એક બીજા સાથે છૂટ્ટા હાથની મારીમારી કરી રહ્યા હતા. બોટલો ફેંકાઈ, હાથાપાઈ થઈ. થાકીને કોર્પોરેટરો સૂઈ પણ ગયા પરંતુ ચૂંટણી થઈ શકી નહીં.
દિલ્હીમાં જ્યારે લોકો મધરાતે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે એમસીડી સદનમાં કોર્પોરેટરો એક બીજા સાથે છૂટ્ટા હાથની મારીમારી કરી રહ્યા હતા. મેયર ચૂંટણી બાદ સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીમાં તમામ મર્યાદાઓ પાર થતી જોવા મળી. બોટલો ફેંકાઈ, હાથાપાઈ થઈ. થાકીને કોર્પોરેટરો સૂઈ પણ ગયા પરંતુ ચૂંટણી થઈ શકી નહીં. આખરે સ્થાયી સમિતિનું એવું તે શું મહત્વ છે જેના માટે આ સ્થિતિ ઊભી થઈ ગઈ. શું મેયર કરતા પણ વધુ પાવર હોય છે? MCD હાલ ખુબ ચર્ચામાં છે. સદનમાં ગત આખી રાત હોબાળો જોવા મળ્યો.
અંગ્રેજીમાં સ્થાયી સમિતિને સ્ટન્ડિંગ કમિટી કહે છે. આખરે દિલ્હી એમસીડીની સ્ટેન્ડિંગ કમિટી કેટલી મહત્વપૂર્ણ હોય છે, જેની પસંદગી માટે મેયરની ચૂંટણીથી પણ વધુ ડ્રામા જોવા મળ્યો. આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરોએ એકબીજા પર પાણીની બોટલો ફેંકી. સૌથી પહેલા એ જાણો કે સ્થાયી સમિતિના છ સભ્યોની પસંદગી થવાની હતી. દિવસમાં મેયર અને ડેપ્યુટી મેયરના પદ પર આપના શૈલી ઓબેરોય અને આલે મોહમ્મદે જીત નોંધાવી. સાંજે જ્યારે સદનની કાર્યવાહી શરૂ થઈ તો મોબાઈલ ફોન મતદાન કેન્દ્રની અંદર લઈ જવા પર ભાજપના કોર્પોરેટરોએ આપત્તિ નોંધાવી અને પછી રાતભર નારેબાજી અને શોરબકોર જોવા મળ્યો. આજે સવાર સુધી આ ચૂંટણી થઈ શકી નહીં અને કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરવામાં આવી.
સુપ્રીમે દેશના તમામ પોલીસ સ્ટેશનોને આપ્યો આદેશ, પાલન ન થયું તો...
12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે ખાતામાં જમા થશે રૂપિયા
મુસલમાનોએ પહેલીવાર આ મુદ્દે PM મોદીની ખુબ પ્રશંસા કરી, જાણો શું કહ્યું?
ભાજપ વિરુદધ આપનો એ મહત્વપૂર્ણ પેચ
નિગમ ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે જ્યારે મેયર માટે બોલાવવામાં આવેલી બેઠક આખી રાત ચાલી. સ્થાયી સમિતિની ચૂંટણી મહત્વપૂર્ણ બની ગઈ. કારણ કે આપે 6 પદ પર ચાર ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે ભાજપે 3 ઉમેદવાર ઉતાર્યા હતા. ભાજપના જો 3 ઉમેદવાર જીતે તો તે અધ્યક્ષ માટે ફાઈટમાં આવી જશે. આવામાં આમ આદમી પાર્ટીની એ કોશિશ રહેશે કે તેમના ખાતામાં ચાર પદ આવી જાય અને ભાજપ 3 પદ જીતવા ઈચ્છશે.
મેયર ચૂંટણી બાદ છ સભ્યો એમસીડી હાઉસમાં સીધા પસંદગી પામે છે. દિલ્હીમાં એમસીડી 12 ઝોનમાં વહેચાયેલી છે. દરેક ઝોનમાં એક વોર્ડ કમિટી હોય છે. જેમાં ક્ષેત્રના તમામ કોર્પોરેટરો અને નામિત એલ્ડરમેન સામેલ હોય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ઝોન પ્રતિનિધિો પણ હોય છે.
આજ કારણ છે કે ભાજપ અને આપે સ્થાયી સમિતિના સભ્યોની પસંદગી પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો. જો ભાજપ હારે તો તેની પાસે દિલ્હીમાં લોકલ લેવલ પર કશું વધશે નહીં. જો ભાજપ સ્થાયી સમિતિમાં પોતાનો દબદબો બનાવવામાં સફળ થાય તો તે હારીને પણ એમસીડીમાં જીતી જશે. આથી 16 કલાક સુધી આખી રાત એમસીડી સદનમાં હોબાળો મચ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube