સુપ્રીમે દેશના તમામ પોલીસ સ્ટેશનોને આપ્યો આદેશ, પાલન ન થયું તો ગૃહસચિવ પર આવશે તવાઈ
ન્યાયમૂર્તિ બી આર ગવઇના નેતૃત્ત્વવાળી ખંડપીઠે આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને ૨૯ માર્ચ સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ બી આર ગવઇ ઉપરાંત ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંજ્ય કારોલની બનેલી ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ દિશાનિર્દેશનું પાલન કરવામાં નહીં આવે તો કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યોના ગૃહ સચિવો સામે કાર્યવાહી કરીશું.
Trending Photos
હવે સુપ્રીમ બગડી છે. કેન્દ્ર અને તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે એક જ મહિનામાં દેશના તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવો, ગુજરાતમાં મોટાભાગના પોલસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત લગાવાયા છે. આમ છતાં કેટલાક તાલુકા પોલીસ સ્ટેશનોમાં બાકી હોય તો સરકારે એક મહિનામાં ફરજિયાત સીસીટીવી લગાવવા પડશે. આ આદેશનું સમયસર પાલન ન કરનાર રાજ્યો અને કેન્દ્રના ગૃહ સચિવો સામે કડક કાર્યવાહીની સુપ્રીમે ચેતવણી આપી છે.
ન્યાયમૂર્તિ બી આર ગવઇના નેતૃત્ત્વવાળી ખંડપીઠે આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને ૨૯ માર્ચ સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ બી આર ગવઇ ઉપરાંત ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંજ્ય કારોલની બનેલી ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ દિશાનિર્દેશનું પાલન કરવામાં નહીં આવે તો કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યોના ગૃહ સચિવો સામે કાર્યવાહી કરીશું.
સુપ્રીમ કોર્ટે ૨૦૨૦માં સીબીઆઇ, ઇડી, એનઆઇએ સહિતની તપાસ એજન્સીઓની ઓફિસોમાં સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ ઉપકરણો ઇન્સ્ટોલ કરવાના નિર્દેશ આપ્યા છે. હવે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવીના આદેશો આવ્યા છે. સરકાર અને સુપ્રીમ ન્યાય પ્રક્રિયાને પારદર્શી બનાવવા માગે છે એટલે આ પ્રકારના આદેશ આપી રહી છે.
આ કેસમાં એમીક્યુસ કુરી તરીકે નિમાયેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ કોર્ટને જણાવ્યું હતું કે હજુ સુધી ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓની ઓફિસોમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાના સુપ્રીમના દિશાનિર્દેશોનું હજુ સુધી પાલન કર્યું નથી. આ તપાસ એજન્સીઓ કાયદાનો દુરોપયોગ કરી કાર્યવાહી કરી રહી છે. જેમાં આરોપીઓને નિશાન બનાવી રહ્યાં છે. સુપ્રીમે કાયદો અને વ્યવસ્થા સરળ બને અને લોકોને અન્યાય ના થાય માટે તપાસ એજન્સીઓને પણ સ્પષ્ટ રહેવા આદેશ આપ્યો છે. જો કોઈ ચૂકાદામાં જરૂર પડે તો આ CCTV ફૂટેજ પુરાવાઓ બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે