નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પોતાના ચરમ પર છે. દરેક  વ્યક્તિ મતદાતાઓને લોભાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીને હટાવવા માટે પુરજોશી પ્રયાસો કરી રહ્યા છે. પાંચમાં તબક્કામાં 6 મેનાં રોજ અમેઠીમાં  મતદાન થવાનું છે. ઇરાની જનતામાં પોતાની છાપ છોડવા માટે તેઓ કોઇ કસર છોડવા નથી માંગતા.


કનૈયાના સમર્થનમાં કોંગ્રેસ, દિગ્ગીએ કહ્યું, પાર્ટી કન્ફ્યૂઝ હતી હવે સ્થિતી સ્પષ્ટ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે ઇરાની અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમને ભાળ મળી કે મુંશીગંજના પશ્ચિમી ઉઆરા ગામમાં આગ લાગી છે તેઓ તુરંત ગામની તરફ નિકળી પડ્યા હતા. ગામમાં પહોંચતા જ તેઓ આગ બુઝાવવામાં મદદ કરવા લાગ્યા. નજીકમાં લાગેલા હેંડપંપમાંથી પાણી સિંચવા લાગ્યા હતા. દરેક વ્યક્તિ આ જોઇને આગ બુઝાવવાનાં પ્રયાસો કરવા લાગ્યા. 


તો આ કારણથી PM મોદી સામે ચૂંટણી લડવાનું ટાળ્યું! પ્રિયંકા ગાંધીન સ્પષ્ટતા
બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓના આંકડા પર વી કે સિંહે આપ્યું મોટું નિવેદન


હેન્ડપંપમાંથી તેઓ પાણી ભરીને બુઝાવવા લાગ્યા હતા. તેમણે ગામનાં લોકોને તથા જેમનાં ઘરને આગ લાગી હતી તેમને પણ જણાવ્યું કે તેઓ ચિંતા ન કરે. જો કે ગામના સિહયા પ્રયાસ બાદ ગણત્રીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે આગના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.