તળાવ જ નહીં, ખેતરમાં પણ શક્ય છે શિંગોડાની ખેતી! આ રીતે ઓછી મહેનતમાં કરો વધુ કમાણી
તમે કાળા રંગના શિંગોડા(CHESTNUT) તો ખાધા હશે ? આ શિંગોડાને અસલમાં લોકો બાફી લે અથવા તો તેને શેકીને વેચે છે. પરંતુ શું તમને લીલા શિંગોડા(WATER CHESTNUT) વિશે કોઈ માહિતી છે. શિંગોડાની ખેતી કરી તમે સારો નફો કમાઈ શકો છો. અહીં અમે તમને શિંગોડાની ખેતી વિશે તમામ માહિતી આપશું.
ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે કાળા રંગના શિંગોડા(CHESTNUT) તો ખાધા હશે ? આ શિંગોડાને અસલમાં લોકો બાફી લે અથવા તો તેને શેકીને વેચે છે. પરંતુ શું તમને લીલા શિંગોડા(WATER CHESTNUT) વિશે કોઈ માહિતી છે. શિંગોડાની ખેતી કરી તમે સારો નફો કમાઈ શકો છો. અહીં અમે તમને શિંગોડાની ખેતી વિશે તમામ માહિતી આપશું.
તળાવમાં ઉગતા શિંગોડાના પાકને માટીના ખેતરોમાં અદ્યતન ખેતીની રીતથી ઉગાવી લોકો સારો નફો કમાઈ શકે છે. નીચાણવાળા ખેતરોમાં પાણીનો ભરાવો કરી શિંગોડાની ખેતી કરવામાં આવે છે. પાણીને કારણે શિંગોડાના પાકને રખડતા ઢોર દ્વારા નુકસાન થવાનો ખતરો પણ ઓછો રહે છે. તેવામાં શિંગોડાની ખેતીથી ખેડૂત ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે. શિંગોડા જૂનથી ડિસેમ્બરના મધ્યનો પાક છે. તેની ખેતી માટે આશરે 1થી 2 ફુટ પાણીની જરૂર રહે છે. નીચાણવાળા ખેતરોમાં પાણીનો ભરાવો કરીને શિંગોડાના પાકને સરળતાથી ઉગાવી શકાય છે. જૂનમાં પાકની વાવણી કરવામાં આવે છે. સિંગોડાની પહેલી ઉપજ સપ્ટેમ્બર મહિનામાં મળી રહે છે.
1) શિંગોડાની વાવણીનો યોગ્ય સમય-
ચોમાસાના વરસાદી માહોલ સાથે જ શિંગોડાની વાવણી શરૂ થઈ જાય છે. વરસાદની ઋતુ શરૂ થતા જૂન-જુલાઈમાં શિંગોડાની ખેતી કરવામાં આવે છે. મોટાભાગે નાના તળાવોમાં શિંગોડાના બીજની વાવણી કરવામાં આવે છે. જો કે માટીના ખેતરમાં ખાડા પાડ્યા બાદ તેમા પાણી ભરી તેમાં વાવણી કરવામાં આવે છે. જૂનથી ડિસેમ્બર એટલે કે 6 મહિનાના શિંગોડાના પાકથી સારો નફો કમાઈ શકાય છે.
2) 1-2 ફુટ પાણીમાં થાય છે શિંગોડાની ખેતી-
ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના નંદી ફિરોઝપુર ગામમાં રહેતા એક ખેડૂત સેઠપાલ સિંહનું કહેવું છે કે શિંગોડાની ખેતી તેવા સ્થળે થાય છે જ્યાં કમ સે કમ 1-2 ફુટ પાણી જમા થયેલું હોય છે. ખેડૂતે વધુમાં કહ્યું કે તેમણે તળાવની જગ્યાએ ખેતરમાં શિંગોડાની ખેતી કરી છે, જે તેમના માટે મોટી ઉપલબ્ધિ છે, આ પાકની ખેતી કરી તેઓ સારો નફો કમાઈ છે.
3) શિંગોડાના પ્રકાર-
શિંગોડાના અનેક પ્રકાર હોય છે. જેમાં લાલ ચીકણી ગુલરી, લાલ ગઠુઆ, હરીરા ગઠુઆ જેવા પ્રકારની પહેલી ઉપજ વાવણીના 120-130 દિવસ બાદ થાય છે. જ્યારે કરિયા હરીરાની પહેલી ઉપજ વાવણીના કમ સે કમ 150 બાદ થાય છે.
4) ખેતરમાં કેવી રીતે ઉગાવશો શિંગોડા-
ઉત્તરપ્રદેશના ખેડૂત સેઠપાલ સિંહે કહ્યું કે સૌથી પહેલા તેમણે પોતાના 1 એકર જમીન શિંગોડાની ખેતી માટે તૈયાર કરી. જેમાં ખેતરના ચારેકોર 2થી 3 ફુટની ઉંચાઈની પાર બનાવી અને તેમાં 1 ફુટની ઉંચાઈ સુધી પાણી ભર્યું. જૂન મહિનામાં શિંગોડાની વાવણી કરવામાં આવે છે. સાથે જ 2 છોડ વચ્ચે 2 મીટરની દૂરી રાખવી જરૂરી છે.
5) બજારમાં શિંગોડાની માગ-
નવરાત્રિ શરૂ થતા જ શિંગોડાની માગ વધી જાય છે. વ્રતધારી શિંગોડાનું સેવન કરવાની સાથે તેના લોટથી બનતી અનેક વાનગીઓને આરોગવામાં આવે છે. શિંગોડામાં પ્રોટીન, શર્કરા, કેલ્શિયમ, ફોસફરસ, મેંગેનીઝ, પોટેશિયમ, વિટામીન-સી, ઝિંક, કોપર અને આયરનથી ભરપુર હોય છે.
Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube