Maharashtra Viral Video: મહારાષ્ટ્રના યવતમાલથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાણી જમીન ફાડીને સ્પીડથી ઉપરની તરફ આવી રહ્યું છે. શનિવાર ચાર માર્ચે રસ્તાની વચ્ચે જ પાણીની પાઈપ લાઈન ફાટી ગઈ. પાઈપ લાઈન ફાટતા જ રસ્તાઓ ખુલી ગઈ અને સ્કૂટર સવાર એક મહિલા પાણીના તેજ વહેણમાં ફસાઈ ગઈ. ઘટના યવતમાલની વિદર્ભ હાઉસિંગ સોસાયટીની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, નીચેથી પાણીનો તેજ પ્રવાહ આવતા રસ્તો ધસી જાય છે. અને ત્યારે જ સ્કૂટી પર એક મહિલા પસાર થતી હતી અને તે પાણીની લહેરમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં તે પાણીની લહેરની ચપેટમાં આવી ગઈ અને ઘાયલ થઈ ગઈ.


ઘટનાની એક પ્રત્યક્ષદર્શી પૂજા વિશ્વાસે જણાવ્યું કે તે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેણે જોયું કે ભૂગર્ભ પાઈપલાઈન ફાટવાથી પાણીના જોરથી રસ્તામાં તિરાડો પડી ગઈ. વિસ્તારમાં પાણી ભરાઈ ગયું અને લોકો ડરી ગયા. ખબરો પ્રમાણે સ્કૂટી પર સવાર મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી. આ પહેલા યૂપીના બરેલીમાં એક આવી ઘટના સામે આવી હતી. જેમાં છત પર લાગેલી પાઈપલાઈન અચાનક ફાટી જતા એક હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં પાણી ભરાઈ ગયું હતુ. રસ્તા પર અચાનક આવી સુનામી, પાઈપલાઈન ફાટતા આવ્યું પૂર અને પછી..


માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક
સસ્તા ભાવે સોનું વેચી રહી છે સરકાર, ફક્ત આ લોકો તેને ખરીદી શકશે; જાણો કયા ભાવે મળશે?
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારૂં રાશિફળ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube