નવરાત્રિના નવ દિવસમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરો આ 9 મહાઉપાય
જીવનમાં કોઈપણ સાધના શક્તિ વગર પૂર્ણ થઈ શકે નહીં. તમે કોઈ ભગવાનની પૂજા કરો છો પરંતુ જો તમે શક્તિની સાધના કરશો નહીં તો તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. શક્તિની સાધનાનો મહાપર્વ એટલે નવરાત્રિ (Navratri 2020) 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરની વચ્ચે ઉજવવામાં આવી રહી છે
નવી દિલ્હી: જીવનમાં કોઈપણ સાધના શક્તિ વગર પૂર્ણ થઈ શકે નહીં. તમે કોઈ ભગવાનની પૂજા કરો છો પરંતુ જો તમે શક્તિની સાધના કરશો નહીં તો તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. શક્તિની સાધનાનો મહાપર્વ એટલે નવરાત્રિ (Navratri 2020) 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરની વચ્ચે ઉજવવામાં આવી રહી છે. નવરાત્રિના 9 દિવસ દેવી દુર્ગાના નવ સ્વરૂપની આરાધના માટે યોગ્ય દિવસ માનવામાં આવે છે. આવો જાણીએ આખરે આ નવરાત્રિ પર આપણે માતા જગદંબાની સાધના-આરાધના કરતા સમયે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ ધ્યાન રાખવાથી આપણી સાધના પૂર્ણ થશે અને માતાના આશીર્વાદ આપણને મળશે.
આ પણ વાંચો:- Navratri 2020: પ્રથમ દિવસે આ રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા, આ છે મંત્ર અને વિધિ
- એક પવિત્ર સ્થાન પર માતાનો ફોટો અથવા મૂર્તિને એક લાલ કપડાના આસન પર ગંગા જળ છાંટી સ્થાપના કરો. માળા-ફૂલ વગેરેથી તેમનો શણગાર કરો.
- પૂજા કરતા સમયે પોતાના માટે લાલ રંગના આસનનો ઉપયોગ કરો. આ આસન ઉનનું હોવુ જોઇએ. જો ઉનનું આસન ન હોય તો લાલ રંગના બ્લેન્કેટનો ઉપયોગ કરી શકો છો. જો લાલ રંગનું બ્લેન્કેટ પણ ન હોય તો કોઈપણ બ્લેન્કેટ લઈ તેના પર લાલ રંગનું કાપડ પાથરી માતાની સાધના કરો.
- જો સંભવ હોય તો માતા જગદંબાની સાધન લાલ રંગના કપડા પહેરીને કરો અને માથા પર કંકૂથી લાલ રંગનો તિલક લગાવો. માતાને પ્રસન્ન કરવા માટે 'ॐ ऐं हृीं क्लीं चामुण्डार्य विच्चै' મંત્રનો ખાસ જપ કરવો.
- નવરાત્રિમાં 9 દિવસ માતાના દરબારમાં ધૂપ-દીવો એક નિશ્ચિત સમય પર કરવો અને તેને ઘરમાં ફેરવો. તેનાથી ઘરમાંથી તમામ નકારાત્મકતા ઉર્જા દૂર થઈ જશે.
- માતાના પ્રસાદમાં ગાયનું દૂધમાં મધ ઉમેરી ખાસ ચઢાવો, પાઠ કરતા પહેલા આઆ દૂધનો પ્રસાદને માતાના આશીર્વાદ સ્વરૂપે ગ્રણ કરો. માતા દુર્ગાની પૂજામાં તુલસી અથવા દૂર્વાનો પ્રયોગ ભુલથી પણ ના કરવો.
- નવરાત્રિના નવ દિવસ માતા સરસ્વતીની ખાસ સાધના કરવી અને વિદ્યાદાયિનીની સામે કમળ, બુક અને વાદ્ય યંત્ર વગેરેની પૂજા કરો.
- નવરાત્રિમાં જો સ્વાસ્થ્ય સાથ આપે, ત્યારે 9 દિવસના ઉપવાસ રાખો અથવા નવરાત્રિના પ્રથમ, ચોથા અને આઠમાં દિવસે ઉપવાસ કરો. નવરાત્રિના આઠમાં અથવા નવમાં દિવસ, જે પ્રમાણે તમારી માન્યતા હોય તે અનુસાર વિધિ-વિધાન સાથે હવન જરૂર કરવો જોઇએ.
- નવરાત્રિમાં પહેલા દિવસથી લઇને છેલ્લા દિવસ સુધી, દરરોજ એક કન્યા અથવા અષ્ટમી અથવા નવમી, જે દિવસે પણ તમે કન્યા પૂજા કરો છે તે દિવસે 9 કન્યાઓની પૂજા કરવી.
- નવરાત્રિમાં તમામ વર્ણોની કન્યાને દેવી સ્વરૂપ માની પૂજાનું વિધાન છે. જેમ કે, જ્ઞાનની પ્રાપ્તિ માટે બ્રાહ્મણ કન્યા, બળ માટે ક્ષત્રિય કન્યા, ઘન પ્રાપ્તિ માટે વૈશ્ય કન્યા અને રોગ મુક્તિ માટે શૂદ્ર કન્યાની ખાસ પૂજા કરવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube