Navratri 2020: પ્રથમ દિવસે આ રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા, આ છે મંત્ર અને વિધિ

શૈલપુત્રી દેવીદુર્ગાના નવ રૂપમાં પ્રથમ સ્વરૂપમાં ઓળખાય છે. આ જ નવદુર્ગામાં પ્રથમ દુર્ગા છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂમાં ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું. નવરાત્રિ-પૂજનમાં પ્રથમ દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે

Navratri 2020: પ્રથમ દિવસે આ રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા, આ છે મંત્ર અને વિધિ

નવી દિલ્હી: શૈલપુત્રી દેવીદુર્ગાના નવ રૂપમાં પ્રથમ સ્વરૂપમાં ઓળખાય છે. આ જ નવદુર્ગામાં પ્રથમ દુર્ગા છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂમાં ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું. નવરાત્રિ-પૂજનમાં પ્રથમ દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ શણગારેલું છે. તેમના પૂર્વ જન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થઈ હતી. ત્યારે તેમનું નામ સતી હતું. તેમના વિવાહ ભગવાન શંકર સાથે થયા હતા.

માતા શૈલપુત્રીના મંત્ર

1. शिवरूपा वृष वहिनी हिमकन्या शुभंगिनी.

पद्म त्रिशूल हस्त धारिणी

रत्नयुक्त कल्याण कारीनी..

2. ॐ ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नम:

बीज मंत्र— ह्रीं शिवायै नम:.

3. वन्दे वांच्छित लाभाय चंद्रार्धकृतशेखराम्‌ .
वृषारूढ़ां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्‌ ॥

4. प्रथम दुर्गा त्वंहि भवसागर: तारणीम्.
धन ऐश्वर्य दायिनी शैलपुत्री प्रणमाभ्यम्॥
त्रिलोजननी त्वंहि परमानंद प्रदीयमान्.
सौभाग्यरोग्य दायनी शैलपुत्री प्रणमाभ्यहम्॥
चराचरेश्वरी त्वंहि महामोह: विनाशिन.
मुक्ति भुक्ति दायनीं शैलपुत्री प्रणमाम्यहम्॥

પૂજાની વિધિ

નવરાત્રિ પ્રતિપદાના દિવસ કળશ અથવા ઘટ સ્થાપના બાદ દુર્ગા પૂજાનો સંકલ્પ લો. ત્યારબાદ માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરો. માતાને અક્ષત, સિંદૂર, ધૂપ, સુગંધ, ફૂલ વગેરે અર્પણ કરો. ત્યારબાદ માતાના મંત્રનો જાપ કરો. પછી કપૂર અથવા ગાયના ગીથી દીવો સળગાવી તેમની આરતી ઉતારો અને શંખનાદની સાથે ઘંટ વગાળો અને માતાને પ્રસાદ ચડાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news