Eknath Shinde Statement: શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન, કહી આ વાત
Eknath Shinde Statement: શિવસેનાથી બળવો કરનાર એકનાથ શિંદેએ પ્રથમવાર ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે બાલાસાહેબના પાક્કા શિવસૈનિક છીએ.
મુંબઈ/સુરતઃ શિવસેનામાંથી બળવો કરનાર મંત્રી એકનાથ શિંદેએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે બાલાસાહેબના પાક્કા શિવસૈનિક છીએ. બાલાસાહેબે અમને હિન્દુત્વ શીખવાળ્યું છે. બાલાસાહેબના વિચારો અને ધર્મવીર આનંદ દીધે સાહેબના શિક્ષણ વિશે સત્તા માટે અમે કોઈને દગો આપ્યો નથી અને ન દગો આપીશું.
શિવસેનાએ કરી કાર્યવાહી
ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનાર એકનાથ શિંદેને શિવસેનાએ ધારાસભ્ય દળના નેતા તરીકે હટાવી દીધા છે. ત્યારબાદ સેવરીધી ધારાસભ્ય અજય ચૌધરીને શિવસેના ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં સત્તામાં રહેલ મહા વિકાસ આઘાડીને મોટો ઝટકો આપ્યા બાદ એકનાથ શિંદે અને શિવસેનાના કેટલાક અન્ય ધારાસભ્ય સુરતની એક હોટલમાં રોકાયા છે. સૂત્રોએ કહ્યું કે પાર્ટીના નેતૃત્વથી નારાજ કેટલાક ધારાસભ્યો સોમવારે રાત્રે સુરત પહોંચ્યા અને અહીંની લી મેરિડિયન હોટલમાં રોકાયા છે. હોટલની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
'મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે NCP અધ્યક્ષ શરદ પવારે કહ્યું ત્રીજીવાર સરકાર પાડી દેવાનો પ્રયત્ન'
રાજ્યસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં એમવીએ ગઠબંધનને ભાજપ તરફથી મળનાર બીજો મોટો ઝટકો છે. એમવીએ ગઠબંધનમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સામેલ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube