ભાજપના નેતા સત્યપાલ સિંહે કહ્યું- `આપણે સંતોના સંતાન છીએ, વાંદરાના નહીં`
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સત્યપાલ સિંહે શુક્રવારે માનવાધિકાર સંરક્ષણ (સંશોધન) વિધેયક 2019ના વિરોધને લઈને વિપક્ષની આકરી ટીકા કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય માનવાધિકારને લઈને વાત નથી કરાઈ પરંતુ સારા સદાચારી માનવીય ચરિત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સત્યપાલ સિંહે શુક્રવારે માનવાધિકાર સંરક્ષણ (સંશોધન) વિધેયક 2019ના વિરોધને લઈને વિપક્ષની આકરી ટીકા કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય માનવાધિકારને લઈને વાત નથી કરાઈ પરંતુ સારા સદાચારી માનવીય ચરિત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે. લોકસભામાં વિધેયક પર ચર્ચામાં ભાગ લેતા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે કહ્યું કે માનવી પ્રકૃતિની વિશેષ રચના છે. અમારું માનવું છે કે 'આપણે ભારતીય સંતોના સંતાન છીએ. અમે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી જેમનું એવું કહેવું છે કે તેઓ વાંદરાઓના સંતાન છે.'
NIAની મોટી કાર્યવાહી: તામિલનાડુમાં દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ 16 લોકોની ધરપકડ
તેમણે કહ્યું કે 'આપણી સંસ્કૃતિમાં માનવીય ચરિત્રના નિર્માણ પર ભાર અપાય છે. આપણા વેદોમાં આપણને સદાચારી મનુષ્ય બનવા અને સારા માણસ પેદા કરવાનું શિક્ષણ અપાયું છે. આપણી સંસ્કૃતિ સાચા માનવી બનવા પર ભાર મૂકે છે.'
સંસ્કૃતિમાં એક ઉદાહરણ રજુ કરતા તેમણે કહ્યું કે 'મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, અને ચર્ચ જવાથી ધર્મની કસોટી પૂરી થતી નથી. ધર્મ મુજબ, આપણે તે જ રીતે વ્યવહાર કરવો જોઈએ જે પ્રકારના વ્યવહારની અપેક્ષા આપણે બીજા પાસેથી પોતાના માટે કરીએ છીએ. જો હું કેવા માંગુ કે કોઈ મને પરેશાન ન કરે તો મારે પણ કોઈને પરેશાન કરવા જોઈએ નહીં. આ ધર્મ છે.'
કર્ણાટક: યેદિયુરપ્પાનું અલ્ટિમેટમ, 'સોમવાર કુમારસ્વામી સરકારનો છેલ્લો દિવસ'
'હું એક એવા ભારતની કલ્પના કરું છું, જ્યાં રાષ્ટ્રપતિ વેદોની શપથ લે'
અત્રે જણાવવાનું કે આ અગાઉ કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે કહ્યું કે તેઓ એક એવા ભારતની કલ્પના કરે છે જ્યાં રાષ્ટ્રપતિ વેદ પર હાથ રાખીને પોતાના પદના શપથ લે. જેમ કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈબલની શપથ લે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રીએ આર્ય સમાજના ચાર દિવસના વૈશ્વિક સંમેલનમાં આ ટિપ્પણી કરી. તેમણે તેને તેના અનુયાયીઓનો મહાકુંભ ગણાવ્યો.
જુઓ LIVE TV