NIAની મોટી કાર્યવાહી: તામિલનાડુમાં દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ 16 લોકોની ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ એકવાર ફરીથી ભારત વિરુદ્ધ નાપાક ષડયંત્રો રચનારાઓની કોશિશને નિષ્ફળ બનાવી છે.

NIAની મોટી કાર્યવાહી: તામિલનાડુમાં દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ 16 લોકોની ધરપકડ

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ એકવાર ફરીથી ભારત વિરુદ્ધ નાપાક ષડયંત્રો રચનારાઓની કોશિશને નિષ્ફળ બનાવી છે. NIAએ આજે અંસારુલ્લા મામલામાં સૈયદ મોહમ્મદ બુખારીના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાન અને ઓફિસમાં દરોડા પાડ્યાં. NIAએ તેની સાથે જ હસન અલી યુનુસમરિકર અને હરિશ મોહમ્મદના તામિલનાડુના નાગાપટ્ટિનમ સ્થિત ઘર ઉપર પણ દરોડા પાડ્યા હતાં. આ તમામ પ્રતિબંધિત સંગઠન સિમી પ્રત્યે ઢળેલા હતાં. 

આ વિસ્તારોમાં પડ્યાં દરોડા
શનિવારે સવારે એનઆઈએની ટીમે તામિલનાડુના મદુરાઈ, થેની, નેલાઈ સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યાં અને 16 લોકોની ધરપકડ કરી. એનઆઈએએ તેમના વિરુદ્ધ અંસારુલ્લા નામનું આતંકી સંગઠન બનાવીને ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનું કાવતરું ઘડવાનો કેસ નોંધ્યો હતો. 

જુઓ LIVE TV

16 લોકોની ધરપકડ બાદ NIA  તરફથી આવેલા અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે આ તમામ લોકો ભારતમાં આતંકી હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યાં હતાં. NIAની ટીમે દાવો કર્યો છે કે 'આ બધા આતંકી હુમલાઓ માટે કેટલાક વધુ લોકોને સાંકળવા માંગતા હતાં. આ સાથે જ તેઓ હુમલા માટે લોકોને વિસ્ફોટક, ઝેર, ચાકૂ અને ગાડીઓની ટ્રેનિંગ પણ આપી રહ્યાં હતાં.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news