આગરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આગરામાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને સાથે જ એક રેલીને સંબોધિત કરી હતી. લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, આગરા એ શહેરોમાંનું એક છે જ્યાં સ્માર્ટ સુવિધાઓ વિકસિત થઈ રહી છે, અહીં અમારી પ્રાથમિક્તા યમુનાની સફાઈ કરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, ગઈકાલે સમગ્ર દેશે જોયું કે કેવી રીતે લોકસભામાં એક ઐતિહાસિક બિલ પસાર કરવામાં આવ્યું છે. આઝાદીના આટલા દાયકા બાદ ગરીબીને કારણે વધેલી અસમાનતાનો સ્વીકાર કરાયો છે. સામાન્ય શ્રેણીના ગરીબ પરિવારોને 10 ટકા અનામત મળે, તેના માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. 


હવે સામાન્ય માનવીને કામ લાગતો સામાન એટલે કે લગભગ 99 ટકા જેટલા સામાનનો GSTનો દર 18 ટકાથી ઓછો કરી નાખ્યો છે. GSTને વેપારીઓ અને ગ્રાહકો માટે વધુ સરળ બનાવવાની પ્રક્રિયા ચાલુ જ છે. 


98% ગરીબ સવર્ણોને માત્ર 10% અનામ, 2% શ્રીમંત સવર્ણોને 40% અનામતઃ સપા


વડા પ્રધાને જણાવ્યું કે, આર્થિક સ્થિતિના આધારે સમાજમાં જે મોટી ખાઈ પેદા થઈ છે, તેને કારણે દાયકાઓથી આ અનામતની માગ ચાલી રહી હતી. આ માગને પૂરી કરવાનું કામ સરકારે કર્યું છે. જે લોકો એક-બીજાનું મોઢું જોવા તૈયાર ન હતા, તેઓ દેશના ચોકીદારને ખસેડવા માટે ભેગા થઈ રહ્યા છે. આ ચોકીદાર કોઈનાથી ડર્યા વગર, અટક્યા વગર સંપૂર્ણ ઈમાનદારી સાથે પોતાનું કામ કરતો રહેશે. 


GST અલગથી લગાવવામાં આવેલો ટેક્સ નથી. તમે અગાઉ બધા જ સામાન પર કે સેવાઓ પર જે એકથી વધુ ટેક્સ ભરતા હતા, તેને એક કરીને જીએસટી બનાવાયો છે. અગાઉ અનેક ચીજ-વસ્તુઓ પર 30 ટકા કરતાં પણ વધુ ટેક્સ લાગતો હતો, જે ક્યાંય દેખાતો ન હતો. હવે તમે જેટલો ટેક્સ આપો છો તે જોવા મળે છે. આ જ પારદર્શક્તા છે. 


જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી, ભારતનો પાસપોર્ટ 79મા ક્રમે


મોદીએ લોકસભામાં બિલ પસાર થવાની ઘટનાને ઐતિહાસિક પગલું જણાવી હતી. તેમણે આશા વ્યક્ત કરી તે, લોકોની લાગમીને ધ્યાનમાં રાખીને રાજ્યસભાના સબ્યો પણ આ બિલને પસાર કરશે. આ બિલથી દલિત તથા જનજાતિ સમુદાયો સહિત પછા વર્ગના અધિકારો ઉપર કોઈ પણ પ્રકારની અસર નહીં પડે. 


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...