PM Modi In BRICS: બ્રિક્સ શિખર સંમેલનના પીએમ મોદીનું સંબોધન, આ મુદ્દે થઈ ચર્ચા
PM Modi In BRICS: બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરતા પીએમ મોદીએ કહ્યુ- વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ આ મંચ ઉપયોગી રહ્યું છે.
નવી દિલ્હીઃ PM Modi In BRICS: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે બ્રિક્સના 13માં શિખર સંમેલનની અધ્યક્ષતા કરતા કહ્યુ કે છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે અનેક સિદ્ધિઓ હાસિલ કરી છે. તેમણે કહ્યું કે આજે આપણે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવકારી અવાજ છીએ. વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે આ મંચ ઉપયોગી રહ્યું છે.
પ્રદાનમંત્રી મોદીએ કહ્યુ કે, આપણે તે નક્કી કરવાનું છે કે બ્રિક્સ આગામી 15 વર્ષોમાં વધુ પરિણામદાયી થાય. ભારતે પોતાની અધ્યક્ષતા માટે જે થીમ પસંદ કરી છે, તે આ પ્રાથમિકતા દર્શાવે છે- “BRICS at 15: Intra-BRICS Cooperation for Continuity, Consolidation and Consensus”.
તેમણે કહ્યું કે, હાલમાં પહેલા 'બ્રિક્સ ડિજિટલ હેલ્થ સંમેલન'નું આયોજન થયું હતું. ટેક્નોલોજીની મદદથી સ્વાસ્થ્ય સેવાઓ સુધીપહોંચવા માટે આ એક ઇનોવેટિવ પગલું છે. નવેમ્બરમાં આપણા જળ સંસાધન મંત્રી બ્રિક્સ ફોર્મેટમાં પ્રથમવાર મળશે.
પીએમ મોદીએ આગળ કહ્યુ કે, આ પ્રથમવાર થયું છે કે બ્રિક્સે “Multilateral systems ની મજબૂતી અને સુધાર' એક સંયુક્ત પગલું લીધુ છે. તેમણે કહ્યું કે, અમે બ્રિક્સ “Counter Terrorism Action Plan” પણ એડોપ્ટ કર્યો છે.
આ બીજીવાર છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પહેલા તેમણે 2016માં ગોવામાં શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. જ્યારે આ ત્રીજીવાર છે કે ભારત 2012 અને 2016 બાદ બ્રિક્સ શિખર સંમેલનની યજમાની કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube