નવી દિલ્હીઃ નાગરિક્તા(સુધારા) કાયદાની(Citizenship Amendment Act) સામે થઈ રહેલા હિંસક વિરોધ અંગે ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, ગમે તેટલો રાજકીય વિરોધ થતો રહે, ભારતીય જનતા પાર્ટીની(BJP) સરકાર તમામ શરણાર્થીઓને ભારતની નાગરિક્તા આપીને જ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહે (Amit Shah) જણાવ્યું કે, "શરણાર્થીઓને(Refugees) નાગરિક્તા(Citizenship) મળશે. તેઓ ભારતના નાગરિક બનશે અને સન્માન સાથે રહેશે. હું કહેવા માગું છું કે, તમારે જેટલો રાજકીય વિરોધ(Protest) કરવો હોય તેટલો કરો, ભાજપની(BJP) મોદી સરકાર(Modi Government) તેના માટે પ્રતિબદ્ધ છે."


ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, નાગરિક્તા સંશોધન કાયદામાં ક્યાંય પણ કોઈની પણ નાગરિક્તા પાછી ખેંચવાની જોગવાઈ નથી. તેમાં નાગરિક્તા આપવાની જોગવાઈ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક હેરાનગતિનો ભોગ બનીને અહીં પર આવેલા લઘુમતિઓને નાગરિક્તા મળશે. 


શાહે જણાવ્યું કે, "જે આ દેશનો નાગિરક છે, તેણે ડરવાની જરૂર નથી. આ દેશના નાગિરક એવા એક પણ મુસલમાન સાથે અન્યાય નહીં થાય, હું તેનો વિશ્વાસ અપાવું છું."


એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શાહે જણાવ્યું કે, એનઆરસીની જોગવાઈ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ લાવી હતી. 1985માં અસમ કરારના અંદર આસામમાં એનઆરસી લાગુ કરાશે, તેવું વચન રાજીવ ગાંધીજીએ આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...