વારાણસીઃ નાગરિકતા સંશોધિત કાયદા (સીએએ) પર રાજકીય બબાલ અને શાહીન બાગ સહિત દેશના અલગ-અલગ ભાગમાં વિરોધ પ્રદર્શન વચ્ચે પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, તે આ નિર્ણય પર અડગ રહેશે. બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પોતાના સંસદીય ક્ષેત્ર વાપાણસીના બીજા પ્રવાસ પર 1200 કરોડ રૂપિયાની ભેટ આપ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, આ નિર્ણય (સીએએ, આર્ટિકલ 370) જરૂરી હતા, તેમ છતાં તમામ દબાવો વચ્ચે અમે આ નિર્ણયો લીધા. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આગળ પણ આ નિર્ણય પર અડગ રહીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએએનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું, 'મહાકાલના આશીર્વાદથી અમે તે નિર્ણય લેવામાં સક્ષમ થયા, જે લાંબા સમયથી રોકાયેલા હતા. આર્ટિકલ 370 હોય કે સીએએ હોય, અમે તમામ દબાવો છતાં નિર્ણય લીધો. હું તમને વિશ્વાસ અપાવું છું કે મહાકાલના આશીર્વાદથી લેવાયેલા આ નિર્ણયો પર અમે અડગ રહીશું.' મહત્વનું છે કે તમામ વિરોધ પ્રદર્શન છતાં ગૃહપ્રધાન અમિત શાહ પણ વારંવાર કહી ચુક્યા છે કે સરકાર સીએએના મુદ્દા પર પાછળ હટશે નહીં. સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીના શાહીન બાગની જેમ દેશના ઘણા ભાગમાં પ્રદર્શન ચાલી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...