અમે રાહુલને ફરી એકવાર અપીલ કરીશું કે તેઓ કોંગ્રેસનાં અધ્યક્ષ રહે: મોતીલાલ
રાહુલ ગાંધીએ બુધવારે એકવાર ફરીથી જાહેરાત કરી કે તેઓ પાર્ટી અધ્યક્ષ નથી અને પાર્ટી નેતાઓએ ઝડપથી તેનાઉતરાધિકારની પસંદ કરી લેવા જોઇએ
નવી દિલ્હી : સીનિયર કોંગ્રેસ નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે, આગામી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધી એકવાર ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની માંગ કરશે. આ અગાઉ રાહુલ ગાંધીએ બુધવારે એકવાર ફરીથી જાહેરાત કરી કે હવે પાર્ટી અધ્યક્ષ નથી અને પાર્ટી નેતાઓને નવા અધ્યક્ષ ચુંટવા માટેની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાર્યસમિતીને ઝડપથી એક બેઠક બોલાવવી જોઇએ અને નવી પાર્ટી અધ્યક્ષ અંગે નિર્ણય કરવો જોઇએ.
દિલ્હી: મંદિર પર હુમલા મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનરને લગાવી ફટકાર
અત્યંત ભાવુક પત્ર લખી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ ધર્યું
મોતીલાલ વોરાએ કહ્યું કે, જ્યારે પણ કોંગ્રેસ વર્કિંગની બેઠક થશે અમે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની માંગ કરશે. આ તરફ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તે પણ કહેવામાં આવ્યું છે કે મોતીલાલ વોરાને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જો કે જ્યારે તેમને વચગાળાના અધ્યક્ષ બનાવવા અંગે પુછવામાં આવ્યું તો પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેમને આ અંગે કંઇ જ માહિતી નથી.
હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, પાર્ટી ઝડપી પોતાના નવા સારથીને શોધે: રાહુલની સ્પષ્ટતા
હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજી ઉપરાંત આ 6 પ્રાદેશિક ભાષામાં પણ મળી રહેશે
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ પદપરથી રાજીનામું આપ્યા બાદ ફરીવાર અધ્યક્ષ નહી બનવા અંગે રાહુલ ગાંધીએ બુધવારે પોતાની પ્રોફાઇલ બદલી હતી. તેમણે ટ્વીટર પર પોતાની પ્રોફાઇલ પરથી કોંગ્રેસ અધ્યક્ષ હટાવી દીધા. તેના કારણે તેમણે પોતાનો પરિચય કોંગ્રેસ સભ્ય અને સાંસદ તરીકે આપ્યું છે.
HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં શરમજનક પરાજય બાદ 25 મેનાં રોજ થયેલી કારયસમિતીની બેઠકમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદથી રાજીનામાની રજુઆત કરી હતી. જો કે કાર્ય સમિતીના સભ્યોએ તેમની રજુઆતને ફગાવતા તેમને આમોલ પરિવર્તન માટે અધિકૃત કર્યા છે. ત્યાર બાદથી ગાંધી સતત રાજીનામાની રજુઆત પર અડેલા છે.