નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગંગાની સફાઈ અને સંરક્ષણ માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરનારા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા આજે કહ્યું કે "અમે તેમની લડાઈને આગળ લઈ જઈશું." રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે મા ગંગાના સાચા પુત્ર પ્રોફેસર જીડી અગ્રવાલ રહ્યા નથી. ગંગાને બચાવવા માટે તેમણે ખુદને મીટાવી દીધા. તેમણે કહ્યું કે હિંદુસ્તાનને ગંગા જેવી નદીઓએ બનાવ્યો છે. ગંગાને બચાવવી એ હકીકતમાં દેશને બચાવવાનો છે. અમે તેમને ક્યારેય ભૂલીશું નહીં. અમે તેમની લડાઈને આગળ લઈ જઈશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધુનિક ભગીરથનું અવસાન: 111 દિવસના ઉપવાસ બાદ લીધા અંતિમ શ્વાસ


લાંબા સમયથી ગંગાની સ્વચ્છતા અને સંરક્ષણની માગણી કરી રહેલા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલનું ગુરુવારે નિધન થઈ ગયું. તેઓ સ્વામી સાનંદના નામથી ઓળખાતા હતાં. સ્વામી સાનંદ છેલ્લા 112 દિવસથી ઉપવાસ પર હતાં. તેમણે 9 ઓક્ટોબરથી પાણીનો પણ ત્યાગ  કર્યો હતો. 


દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...