પંજાબ પોલીસનો હુંકાર! ડ્રગ્સ સ્મગલરોને ખતમ કરીને લઇશુ શ્વાસ
રાજ્યનાં ડીજીપી સુરેશ અરોડાએ જાહેરાત કરી છે કે તેઓ રાજ્યથી નશાનાં વ્યાપારને ખતમ કરીને અંતિમ શ્વાસ લેશે
ચંડીગઢ : પંજાબમાં નશાખોરી સતત વધી રહી છે. આ નશાખોરી અટકાવવા માટે પંજાબ પોલીસે કમર કસી લીધી છે. રાજ્યનાં ડીજીપી સુરેશ અરોડાએ જાહેરાત કરી છે કે તેઓ રાજ્યને નશાનાં વ્યાપારને ખતમ કરીને જ છોડશે. તેમણે કહ્યું કે, અમે પંજાબના મુખ્યમંત્રીના સપનાને પુરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમે રાજ્યમાં 485 ડ્રગ્સ સ્મગલરની ઓળખ કરી છે. અમે રાજ્યનાં 485 ડ્રગ્સમ સ્મગલરની ઓળખ કરી લીધી છે. અમે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. અહીં સૌથી ચોંકાવનારી બાબત છે કે ગત્ત દિવસોમાં આવેલી સરકારી રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે પંજાબ પોલીસનાં જ જવાનો નશાની ઝપટે ચડેલા છે. પોલીસ કર્મચારીઓ ઉપરાંત રાજ્યનાં કર્મચારીઓની ઓળક માટે સરકારે તેની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. એવામાં પોલીસની સામે પડકાર છે કે તેઓ નશાનાં વ્યાપારને ખતમ કરી શકે છે.
હાલમાં જ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે દાવો કર્યો હતો કે પંજાબમાં નશાનો સપ્લાઇ કરનારા સૌથી મોટા તસ્કરને તેમની સરકારે શોધી લીઢા છે. તેમનું કહેવું હતું કે આ ડ્રગ તસ્કરો હોંગકોંગની જેલમાં પુરાયેલા છે. અને ત્યાંથી જ ડ્રગ્સનું રેકેટ ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર આ ડ્રગ્સ તસ્કરનાં પ્રત્યાર્પણનાં પ્રયાસો કરી રહી છે.
અમરિંદર સિંહનો દાવો છે કે તેમની સરકારે અત્યાર સુધી 10 હજારથી વધારે નશા તસ્કરોને જેલ મોકલી દેવાયા છે. જેમાંથી 5000ને સજા પણ થઇ ચુકી છે. કેપ્ટને જણાવ્યું કે, તેમને મળેલા અહેવાલો અનુસાર રાજ્યમાં ચિટ્ટા દિલ્હીથી આવે છે બીજી તરફ પાકિસ્તાન તરફથી પણ ડ્રગ્સ આવી રહ્યું છે.
આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે નશાના તસ્કરોને સુધારવા માટેની ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે આપેલા નિવેદન દરમિયાન જણાવ્યું કે, નશા તસ્કરો સુધરી જાઓ અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. તેમણે આગળ કહ્યું કે, અમે હોઇએ હવે પંજાબમાં એવું નહી થાય. આ અંતિમ ચેતવણી છે. નશા મુદ્દે બનાવેલા કાયદામાં પરિવર્તન કરાવવા માટે તેઓ કેન્દ્ર સરકારને લખશે. જેથી પંજાબ તથા અન્ય સ્થળો પર નશાના વ્યાપાર પર લગામ લગાવી શકે. નશાના કારણે અનેક લોકોનાં મોત થઇ ચુક્યા છે.