આજે ફરી બદલાઇ શકે છે મૌસમ, આ રાજ્યોમાં વાવાઝોડા અને હિમવર્ષાનું એલર્ટ
ઉત્તર ભારતનો મોટાભાગનો હિસ્સો રવિવારે ભારે ગરમીની ચપેટમાં રહ્યો. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં કેટલાક સ્થળો પર ધૂળની ડમરીઓ અને ગર્જના સાથે છાંટા પડવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. વિભાગે આગામી 2-3 દિવસ ઉત્તરાખંડમાં ભારે પવન, ભારે વરસાદ અને કરાનું એલર્ટ જાહેર કર્યું છે.
નવી દિલ્હી: ઉત્તર ભારતનો મોટાભાગનો હિસ્સો રવિવારે ભારે ગરમીની ચપેટમાં રહ્યો. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં કેટલાક સ્થળો પર ધૂળની ડમરીઓ અને ગર્જના સાથે છાંટા પડવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. વિભાગે આગામી 2-3 દિવસ ઉત્તરાખંડમાં ભારે પવન, ભારે વરસાદ અને કરાનું એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીમાં રવિવારે હવામાન ખુશનુમા રહ્યું. અહી ન્યૂનતમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ અને અધિકતમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્ય તાપમાનથી એક ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. આ દરમિયાન આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહ્યા. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી કે આગામી બે દિવસોમાં ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં કેટલાક સ્થળો પર વિજળી સાથે વરસાદના છાંટા અને ધૂળની આંધીની સંભાવના છે. હવામાન વિભાગે બાંદા, ચિત્રકૂટ, ફતેહપુર, હરદોઇ, શાહજહાંપુર, પીલીભત, બરેલી, રામપુર, મુરાદાબાદ, મેરઠ, બિજનોર, મુજફ્ફરનગર અને સહારનપુરમાં ધૂળની આંધી અને વરસાદની આશંકા છે.
કાઠીયાવાડમાં સતત બીજા દિવસે મેઘ મહેર યથાવત્ત રહેતા લોકોમાં આનંદ
આંચલિક હવામાન કેંદ્રના રિપોર્ટ અનુસાર ગત 24 કલાક દરમિયાન પ્રદેશમાં કેટલાક સ્થળો પર વરસાદ અને ગર્જના સાથે છાંટા પડ્યા. આ દરમિયાન બરેલી, મુરાદાબાદ, આગરા તથ મેરઠ મંડળોમાં દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ફૈજાબાદ, બરેલી, લખનઉ, મુરાદાબાદ, ગોરખપુર તથા ઝાંસી મંડળોમાં આ સામાન્યથી ઓછું રહ્યું.
અમરેલી-ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ, નદીના વહેણમાં કાર તણાઇ
હરિયાણા અને પંજાબમાં ગરમીની અસર યથાવત રહી અને 44.6 ડિગ્રી સેલ્સિયસ સાથે નારનૌલ સૌથી ગરમ રહ્યું. હરિયાણાના હિસારમાં પણ ગરમીથી પરેશાન રહ્યા. ત્યાં અધિકતમ તાપમાન 42.9 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ભિવાનીમાં 42.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. હવામાન વિભાગના અનુસાર અંબાલામાં અધિકતમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.
રાજસ્થાનમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો. શ્રીગંગાનગર 48.2 ડિગ્રીની સાથે સૌથી ગરમ રહ્યું. બીકાનેર, જેસલમેર, કોટા, બાડમેર, પિલાની અને જયપુરનું તાપમાન ઉંચુ રહ્યું. હવામાન વિભાગના અનુસાર આગામી 24 કલાકમાં આ પ્રકારનું તાપમાન રહેવાનું અનુમાન છે.
ઉત્તરાખંડમાં કરાનું એલર્ટ
ઉત્તરાખંડમાં 5 અને 6 જૂનાન રોજ આંધી-તૂફાન, 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનાર હવા અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને જોતાં જિલ્લાધિકારી સર્તક રહેવાના નિર્દેશ આપ્યા છે.
જિલ્લાધિકારીઓને કહ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં પાંચ અને 6 જૂનના રોજ દેહરાદૂન, હરિદ્વાર, પૌડી, નૈનીતાલ અને ઉધમસિંહ નગર જિલ્લામાં 70-80 કિલોમીટર પ્રતિકલાકે ફૂંકાનાર પવન અને કરાની સંભાવના વ્યક્ત કરી છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખતાં કેટલાક સ્થળો પર વાદળ ફાટવા અને વજ્રપાતની ઘટનાઓ થઇ શકે છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ શકે છે. એટલા માટે દરેક સ્તરે તત્પરતા રાખતાં સાવધાની, સુરક્ષા અવરજવરમાં કંટ્રોલ રાખવામાં આવે.