હવામાનને લઈને ભારત હવામાન વિજ્ઞાન વિભાગ એટલે કે IMD એ મોટું અપડેટ આપ્યું છે. એવી આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ સુધી ભારતના પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને દક્ષિણ પ્રાયદ્વિપીય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ ચોમાસું ટ્રફ સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિથી દક્ષિણમાં છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3-4 દિવસ દરમિયાન તે સામાન્ય સ્થિતિથી દક્ષિણમાં રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તરી આંતરિક કર્ણાટક, રાયલસીમા, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં આગામી 5 દિવસ દરમિયાન સારો વરસાદ પડી શકે છે. 


આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
IMD ના જણાવ્યાં મુજબ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ, તેલંગણામાં 20 જુલાઈ સુધી, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક, ગુજરાત, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, ઓડિશામાં 19 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 21 જુલાઈ અને ઉત્તરાખંડમાં 21 તથા 22 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે. 


હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશા, મરાઠાવાડામં 20 જુલાઈ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 20થી 22 જુલાઈ સુધી અને પૂર્વી મધ્ય પ્રદેશમાં 21 અને 22 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ સુધી પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 


બંગાળની ખાડીના મધ્ય અને તેની નજીક ઉત્તરી ભાગ પર ઓછા દબાણના ક્ષેત્રના પ્રભાવના કારણે તટીય કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની શક્યતા છે. ગુરુવારે આઈએમડીએ દક્ષિણ કન્નડ, ઉડુપી, ઉત્તર કન્નડ અને દક્ષિણ કર્ણાટકના આંતરિક સ્થાનોમાં 19 અને 20 જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. 


ગુજરાત માટે આગાહી
રાજ્યમાં વરસાદને લઇ કેટલાક જિલ્લાઓમાં આજે રેડ અલર્ટ જાહેર કરાયું છે. આજે વલસાડ, પોરબંદર અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરાઈ છે. સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને, દીવમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને, તાપીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખેડામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને મોરબીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.