દેશના હવામાનના હાલચાલ બદલાયેલા છે. ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે. જ્યારે પંજાબ અને હરિયાણામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને બિહારમાં લૂ ની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના હવામાનની ગતિવિધિઓ
હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આજુબાજુના વિસ્તારો પર છે. પ્રેરિત ચક્રવાતી પરિસંચરણ મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર બનેલુ છે. જ્યારે અસમના મધ્ય ભાગો પર એક ચક્રવાતી હવાઓનું વિસ્તાર બનેલું છે. એક ટ્રફ ઉત્તર પશ્ચિમ બિહારથી મધ્ય અસમ પર બનેલા ચક્રવાતી પરિસંચરણ સુધી ફેલાયેલું છે. એક ચક્રવાતી પરિસંચરણ મરાઠાવાડાની ઉપર બનેલું છે. 


આ ઉપરાંત એક ટ્રફ રેખા મરાઠાવાડાથી આંતરિક કર્ણાટક થઈને દક્ષિણ તમિલનાડુ સુધી ફેલાયેલી છે. બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે. જ્યારે તાજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે. 


દેશના હાલચાલ
હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ આગામી 24 કલાક દરમિયાન 20થી 21 એપ્રિલ વચ્ચે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશમાં તથા 20 એપ્રિલના રોજ ઉત્તરાખંડમાં તોફાન, વીજળી પડવાની અને પવન ફૂંકાવવાની સાથે વરસાદ તથા હિમવર્ષાની શક્યતા છે. જ્યારે  20થી 21 એપ્રિલ વચ્ચે ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણામાં ગાજવીજ, વીજળી અને પવન ફૂંકવવાની સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 


આ ઉપરાંત 20થી 21 એપ્રિલ વચ્ચે પૂર્વોત્તર ભારતમાં હળવાથી મથ્યમ વરસાદ અને તોફાનની આશંકા છે. 20 અને 22 એપ્રિલના રોજ ઉપ હિમાલયી પશ્ચિમ ગંબાળ અને સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 20થી 22 એપ્રિલ વચ્ચે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે કેરળ, તટીય આંધ્ર પ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 


શું છે ગુજરાતમાં સ્થિતિ
હાલ પવનની દિશા બદલાતા તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. મોટા ભાગના જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદમાં તાપમાન 39.5 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ચાર દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube