દેશમાં અત્યારે હવામાનના બે પ્રકારના સ્વરૂપો જોવા મળી રહ્યા છે. એક બાજુ હીટવેવ તો બીજી બાજુ અનેક  ભાગોમાં મેષરાજાની સવારી. હવામાન વિભાગનું માનીએ તો ભારતના દક્ષિણી રાજ્યોમાં હીટવેવની આશંકા છે. જ્યારે 10 એપ્રિલના રોજ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, તેલંગાણા, અને છત્તીસગઢમાં વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત 10 અને 11 એપ્રિલના રોજ દેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના એંધાણ છે. ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ગતિવિધિ
હવામાનનું પૂર્વાનુમાન કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશથી દક્ષિણ તમિલનાડુ સુધી રોયલસીમા થતા એક ટ્રફ/હવાનું હળવું દબાણ બનેલું છે. જ્યારે ઉત્તર પૂર્વી અસમ અને આજુબાજુના વિસ્તારમાં સમુદ્રી સપાટીથી 1.5 કિમી ઉપર સુધી ચક્રવાતી પરિસંચરણ બનેલું છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાનના સંમિલન ક્ષેત્રો પર એક  ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે. એક વધુ ચક્રવાતી પરિસંચરણ મરાઠાવાડા અને આજુબાજુના વિસ્તારો પર છે. જ્યારે એક તાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ક્ષોભમંડળીય પશ્ચિમી હવાઓમાં એક ગર્ત તરીકે જોવામાં આવી રહ્યું છે. જેની ધૂરી સમુદ્ર તળથી 5.8 કિમી ઉપર છે. લગભગ 32°ઉત્તર અક્ષાંશના ઉત્તરમાં 60 ડિગ્રી પૂર્વ દેશાંતર સાથે ચાલી રહ્યું છે. 


દેશના હાલચાલ
હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ આગામી 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડા, ઓડિશાના કેટલાક ભાગો, ઉત્તરી તેલંગણા, છત્તીસગઢ, સિક્કિમ, પૂર્વ અસમ અને અરુણાચલ પ્રદેશ તથા દક્ષિણ કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડવાની વકી છે. પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં પણ હળવા વરસાદની શક્યતા છે. 


જ્યારે 10, 11 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીર,  હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે હળવા વરસાદ અને હિમવર્ષા તથા વીજળી પડવાની શક્યતા છે. જ્યારે 13થી 15 એપ્રિલની વચ્ચે વ્યાપક રીતે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની વકી છે. આ ઉપરાંત 10 અને 14 એપ્રિલ દરમિયાન રાજસ્થાનમાં ગાજવીજ સાથે વીજળી સાથે વરસાદ પડી શકે છે. 13 અને 15 એપ્રિલ વચ્ચે યુપી, પંજાબ, હરિયાણામાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડી શકે છે. 


ગુજરાતમાં માવઠાની આગાહી
બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની આગાહી રહેશે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. 13 થી 15 એપ્રિલ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 13 એપ્રિલ વલસાડ નવસારી સુરત ગીર સોમનાથ જ્યારે 14 અને 15 એપ્રિલ છોટા ઉદેપુર, દાહોદ નર્મદા ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. 


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube