Weather Forecast: ભર ઉનાળે મેઘરાજાની સવારી! એકબાજુ તાપમાનનો પારો ઊંચો ચડ્યો ત્યાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી
દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. અનેક જગ્યાઓ પર પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. દિવસમાં લૂની થપાટ પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દેશના અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી છે તો કેટલાક ભાગોમાં વરસાદની વકી છે. જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ.
દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. અનેક જગ્યાઓ પર પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. દિવસમાં લૂની થપાટ પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દેશના અનેક રાજ્યો જેમ કે ઓડિશા, ઝારખંડ, રાયલસીમા, ગંગીય પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, યનમ અને ઉત્તરી આંતરિક કર્ણાટકમાં હીટવેવની આગાહી કરાઈ છે. આ રાજ્યોમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યું છે. વિદર્ભ અને તેલંગણામાં પણ લૂની એલર્ટ છે. આ ઉપરાંત યુપી, બિહાર, એમપી, પંજાબ, હરિયાણામાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે. જાણો ગુજરાતમાં શું રહેશે સ્થિતિ.
બિહારના 9 જિલ્લામાં પારો 40 પાર
બિહારમાં ગુરુવારે રાજ્યના નવ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચી ગયું. બક્સર જિલ્લામાં સૌથી વધુ 42.2 ડિગ્રી નોંધાયુંજ્યારે શેખપુરામાં 42.1 ડિગ્રી, ઔરંગાબાદમાં 41.5 ડિગ્રી, ખગડિયામાં 40.8 ડિગ્રી, ગોપાલગંજમાં 40.6 ડિગ્રી, ભોજપુર અને સિવાનમાં 40.4 ડિગ્રી તથા નવાદામાં 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
આ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે જ્યાં એક બાજુ લોકો ગરમીથી બેહાલ છે ત્યાં પૂર્વોત્તર ભારતમાં હવામાનનો મિજાજ કઈક બદલાયેલો છે. હવામાન વિબાગે રાતના સમયે પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગો ખાસ કરીને મણિપુર અને દક્ષિણ-પૂર્વ અસમ અને દક્ષિણ મેઘાલયના આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દિલ્હી-એનસીઆરમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આકાશ વાદળછાયું રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શુક્રવારે દિલ્હીમાં એક બે સ્થળે ઝાપટાં પડી શકે છે.
રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી
રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યના અનેક ભાગોમાં આવનારા એક બે દિવસમાં વાદળછાયું વાતારવણ રહેવાની અને ઝાપટાં પડવાની વકી છે. છેલ્લા 24 કલાકમા રાજ્યના હનુમાનગઢ, ચુરુ, ઝુંઝૂનું, સીકર અને આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. 5-6 એપ્રિલના રોજ પણ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા સ્થળોએ ઝાપટાંની વકી છે.
ગુજરાત માટે આગાહી
રાજ્ય હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા સમયમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે ચાર દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કાલે 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું. કચ્છમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે. તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા.