Weather Forecast: બંગાળની ખાડીમાં ભયંકર ઉથલપાથલ, આગળ વધી રહ્યું છે વિનાશકારી ડિપ્રેશન, કેટલે પહોંચ્યું અને જાણો ગુજરાતનું શું થશે
એક ડીપ ડિપ્રેશને ગુજરાતને ધમરોળ્યું હતું અને વડોદરામાં તબાહી મચાવી હતી. વળી પાછું એક ડિપ્રેશન સર્જાયું છે અને આ રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. જાણો ગુજરાત પર તેની કેટલી અસર થઈ શકે?
બંગાળની ખાડીમાં બની રહેલી મૌસમી સિસ્ટમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ લાવશે. IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે રવિવારે જાણકારી આપી કે ડિપ્રેશન (બવદાબ) પૂરીથી લગભગ 70 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, ગોપાલપુરથી 140 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વ, પારાદીપથી 170 કિમી દક્ષિણ, ચાંદબાલીથી 170 કિમી દક્ષિણ, આંધ્ર પ્રદેશના કલિંગપટ્ટનમથી 240 કિમી પૂર્વ અને પશ્ચિમ બંગાળના દીઘાથી 290 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં છે.
આઈએમડીએ એક બુલેટિનમાં કહ્યું કે સોમવારે બપોર સુધીમાં તે પુરી અને દીઘા વચ્ચે તટોને પાર કર્યા બાદ આગામી બે દિવસમાં ઝારખંડ અને તેના નજીકના ઉત્તરી છત્તીસગઢ તરફ આગળ વધવાની શક્યતા છે.
ક્યાં છે વરસાદની આગાહી
સોમવારે પુરી, જગતસિંહપુર, ખુર્દા, કટક, ઢેંકનાલ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ (સાથી 20 સેન્ટીમીટર) અને કેટલાક સ્થળો પર અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આ પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીએ મંગળવારે અને બુધવારે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
સોમવારે ગંજામ, કોરાપુટ, કંધમાલ, બોલાંગીર, બારગઢ, બૌધ, સોનપુર, જાઝપુર, કેન્દ્રપાડા, સંબલપુર, અંગુલ, અને નયાગઢ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
પ્રાધિકારીઓએ ગજપતિ, રાજગડા, મલકાનગિરી, નબરંગપુર, કાલાહાંડી, નુઆપાડા, ઝારસુગુડા, સુંદરગઢ, દેવગઢ, ક્યોંઝર, મયૂરભંજ, બાલાસોર અને ભદ્રક જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
બંગાળના પંશ્ચિમ ભાગના પશ્ચિમી મેદનીપુર, ઝારગ્રામ, બાંકુરા, પુરુલિયા, પશ્ચિમ બર્ધમાન, દક્ષિણ 24 પરગણા, હુગલી, નાદિયા, મુર્શીદાબાદ, અને બીરભૂમ જિલ્લાઓમાં 12 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે કોલકાતા અને તેની આસપાસ હાવડા અને હુગલી જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાના આસાર છે.
અન્ય રાજ્યોના હાલ
આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો અને યાનમમાં 9 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ અનેક સ્થાનો પર મૂસળધાર વરસાદના એંધાણ છે. છત્તીસગઢના દક્ષિણી ભાગમાં સોમવારે વરસાદ પડી શકે છે. આ સાથે જ ઉત્તરી ભાગોમાં પણ 10 સપ્ટેમ્બર એટલે કે મંગળવાર સુધી વરસાદના એંધાણ છે. તેલંગણાના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઝારખંડના દક્ષિણી ભાગોમાં 10-11 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વિદર્ભમાં સોમવારે હળવાથી મધ્યમ વરસાદના એંધાણ છે.
ગુજરાત માટે શું છે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ છે. 9 ને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેના અવશેષો બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે. જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં આવવાની શક્યતા. 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.