Monsoon Update: આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની તબાહી બાદ દેશના અન્ય વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. ઝારખંડ-બિહારમાં આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, 26-28 જુલાઈ દરમિયાન હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આશા છે, જ્યારે 27 અને 28 જુલાઈએ પંજાબ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. 27 અને 28 જુલાઈએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. રાજ્યમાં 27 અને 28 જુલાઈએ હળવો વરસાદ પડશે.
દિલ્હી-એનસીઆરમાં આજથી શરૂ થશે વરસાદ
હવામાન વિભાગનું અનુમાન છે કે સોમવારે હવામાનમાં ફેરફાર જોવા મળશે. હવામાનના નવા સિસ્ટમને કારણે સાંજના સમયે દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદની સંભાવના છે. તેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે મંગળવારના દિવસે દિલ્હીના અનેક વિસ્તારમાં સારા વરસાદની સંભાવના છે. આ દરમિયાન હવાની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. તે માટે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ INSIDE STORY: તો આ કારણે ગઈ યેદિયુરપ્પાની ખુરશી, સામે આવી અંદરની વાત
આગામી 24 કલાક દરમિયાન આ રાજ્યોમાં વરસાદ
સ્કાઈમેટ વેધર પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમી મધ્ય પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, કર્ણાટક, કેરલ, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગ, ઉત્તરાખંડ, હિમાચલ, બિહારના કેટલાક વિસ્તાર, ઝારખંડ, ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
પંજાબ હરિયાણા, દિલ્હી, ગુજરાત, કોંકણ અને ગોવા, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તાર, સિક્કિમ, મિઝોરમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબારમાં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગણાના કેટલાક ભાગમાં પણ હળવા વરસાદની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube