નવી દિલ્હી: 21 વર્ષ બાદ ભયાનક તોફાનથી તબાહીનું જોખમ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ઉઠેલું આ અમ્ફાન તોફાન ઝડપથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અમ્ફાનનો પહેલો પ્રહાર પારાદીપ પર થશે જ્યાં અત્યારથી જ આંધી તોફાન જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદ પડી રહ્યો છે. અમ્ફાન તોફાન બપોર બાદ દીઘા કાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. લગભગ 12.30 વાગે ભારતીય હવામાન ખાતા તરફથી મળેલી માહિતી મુજબ અમ્ફાન બંગાળની ખાડીમાં નોર્થવેસ્ટમાં દિઘાના સાઉથ ઈસ્ટથી 95 કિમી દૂર હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMDના જણાવ્યાં મુજબ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ અમ્ફાન વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ જતા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટીય વિસ્તારો દીઘા અને હાતિયાને પાર કરતા 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે સુંદરવન પાસે પહોંચશે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ ભુવનેશ્વરના ડિરેક્ટર એચ આર બિશ્વાસે કહ્યું કે લેન્ડફોલ 4 વાગ્યાથી શરૂ થાય તેવી આશા છે. ઓડિશા તટમાં પવનની ઝડપ 100-125 કિમી છે. બાલાસોરમાં સાંજ સુધી પૂરપાટ પવનની અસર રહેશે. 24 કલાક બાદ હવામાન ચોખ્ખુ થઈ જશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube