Weather Forecast: કાશ્મીરમાં કોલ્ડવેવ, ગુજરાતમાં 26-27 નવેમ્બરે આ વિસ્તારો માટે માવઠાની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Weather Report: દેશમાં મૌસમનો મિજાજ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કાશ્મીરમાં શીતલહેરની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન માઈનસ 3 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો કે હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે 23 નવેમ્બરના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી રાજ્યોમાં બરફવર્ષા થઈ શકે છે. બીજી બાજુ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે.
Weather Report: દેશમાં મૌસમનો મિજાજ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કાશ્મીરમાં શીતલહેરની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન માઈનસ 3 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો કે હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે 23 નવેમ્બરના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી રાજ્યોમાં બરફવર્ષા થઈ શકે છે. જો કે મેદાની વિસ્તારોમાં તેની કોઈ અસર જોવા મળશે નહીં. બીજી બાજુ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે.
લેટેસ્ટ રિપોર્ટ મુજબ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું છે. શ્રીનગર શહેરમાં રાતે આ સીઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું. સવારે ઘાટીમાં ધુમ્મસ છવાયેલું રહ્યું. શ્રીનગરમાં ગત રાતે ન્યૂનતમ તાપમાન શૂન્યથી 1.8 ડિગ્રી સેલ્સિયસ નીચે જતું રહ્યું.
દિલ્હીમાં હવા ખુબ ખરાબ
દિલ્હીમાં બુધવારે વધુમાં વધુ 25.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું હતું. AQI ખુબ ખરાબ શ્રેણીમાં નોંધાયો.
કેરળમાં ભારે વરસાદ, 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
કેરળના અનેક ભાગોમાં ભારે વરસાદ વચ્ચે આઈએમડીએ બુધવારે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું આઈએમડીએ ઈડુક્કી અને પતનમતિટ્ટા જિલ્લાઓ માટે એક દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આઈએમડીના પૂર્વાનુમાન મુજબ તમિલનાડુ ઉપર ચક્રવાતી પરિસંચરણના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં 23-24 નવેમ્બર વચ્ચે અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે.
તેલંગણામાં પણ વરસાદના એંધાણ
તેલંગણાના અલગ અલગ સ્થળો પર આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે. આઈએમડીએ બુધવારે આ જાણકારી આપી હતી. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યમાં 27 અને 28 નવેમ્બરના રોજ હવામાન સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ અલગ સ્થળો પર વરસાદ પડ્યો.
ગુજરાતમાં આ સ્થળોમાં માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 26-27 નવેમ્બરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. 26મીએ વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે 27મીએ અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે માવઠાની આગાહી વચ્ચે પણ ગુજરાતમાં ઠંડી ચમકારો દેખાડી રહી છે. ગત રાત્રિએ સાત શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે જોવા મળ્યું. જેમાં નલિયામાં 16.2, ગાંધીનગરમાં 16.4, ડીસામાં 17, અમરેલીમાં 17.8, અમદાવાદમાં 18.3, વડોદરામાં 19.2, ભૂજમાં 19.2, ભાવનગરમાં 20.8 સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube