Weather Update: થઈ જાવ સાવધાન! પડશે ભયંકર ગરમી, પાંચ દિવસ હીટવેવની ચેતવણી
Gujarat Weather Update: જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ગોવામાં મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ છે.
Weather Update: ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે. આવું આગામી પાંચ દિવસમાં થશે. એટલે કે ગરમીમાં વધારો થવાનો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં ભયંકર ગરમી પડી રહી છે અને આગામી પાંચ દિવસ સુધી હીટવેલ જોવા મળશે.
હવામાન વિભાગ અનુસાર ઝારખંડ પશ્ચિમ બંગાળ, બિહારમાં લઘુત્તમ તાપમાન એવરેજથી ત્રણથી પાંચ ડિગ્રી ઓછું છે. બીજીતરફ પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુરમાં આ એખથી ત્રણ ડિગ્રી એવરેજથી ઓછુ છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવામાં મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ છે.
આ પણ વાંચોઃ હોળી પહેલાં હૈયાહોળી કરાવે તેવી અંબાલાલની આગાહી; જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું?
પૂર્વોત્તરમાં આગામી પાંચ દિવસ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે. મધ્ય ભારતમાં ગરમી વધવાની છે અને મેક્સિમમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ બે-ત્રણ દિવસમાં વધવાની સંભાવના છે. રાયલસીમા, કેરલ, માહેમાં 23-27 અને તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 23 અને 24 તથા કોંકણાં 26 તથા 27 માર્ચે હોટ એન્ડ હ્યુમિડ વેધર રહેવાનું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છ જેવા વિસ્તારમાં 23થી 27 માર્ચ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની છે.
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
તો રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે હવામાનના એવરેજ તાપમાનથી એક ડિગ્રી ઓછું છે. ભારત હવામાન વિજ્ઞાને આ જાણકારી આપી છે. સવારે 8:30 કલાકે ભેજનું પ્રમાણ 77 ટકા હતું. વિભાગે દિવસ દરમિયાન ભારે પવનની આગાહી કરી છે જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર સવારે 9 કલાકે દિલ્હીનો વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યૂઆઈ) 228 એટલે કે ખરાબ શ્રેણીમાં નોંધાયો હતો.