ચક્રવાતી તોફાન મિચૌંગના પગલે તમિલનાડુની રાજધાની ચેન્નાઈની સાથે સાથે અનેક જિલ્લાઓમાં તબાહીનો મંજર જોવા મળ્યો છે. એરપોર્ટથી લઈને સબવે સુધી બધે પાણી પાણી થઈ ગયું. ચક્રવાતના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ પડ્યો. ચેન્નાઈમાં વરસાદ સંલગ્ન ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થઈ  ચૂક્યા છે. જ્યારે કરોડોની સંપત્તિનું નુકસાન થયું છે. ચક્રવાતી તોફાન મિચૌંગ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે દેશના હવામાનમાં પણ પલટો લાવી દીધો છે. ક્યાંક મૂશળધાર વરસાદ છે તો ક્યાંક પવનની અસર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પુડુચેરીમાં મિચોંગ વાવાઝોડાની અસર વધુ જોવા મળી રહી છે. જ્યાં ખુબ વરસાદ પડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાંચીના હવામાન કેન્દ્રની આગાહી મુજબ ગંભીર ચક્રવાત મિચૌંગના પ્રભાવના કારણે ઝારખંડાં 7 ડિસેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 6 ડિસેમ્બરના રોજ ઓડિશામાં મોટાભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની સાથે દક્ષિણ કાંઠા અને તેની નજીક દક્ષિણ આંતરિક ઓડિશામાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આગાહી મુજબ 6 ડિસેમ્બરના રોજ ઉત્તર તટીય આંધ્ર પ્રદેશમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. 


હવામાન વિભાગનું માનવું છે કે આવનારા દિવસોમાં કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું નથી. જેના કારણે દિલ્હી એનસીઆરનું હવામાન સ્વચ્છ રહેશે. જોકે પવન વધશે. જેના કારણે પ્રદૂષણની અસર પણ ઓછી થશે. આ સાથે જ ધીરે ધીરે ડિસેમ્બરના દિવસ પસાર થશે તેમ તાપમાન ઘટશે. 


આજના હવામાનની વાત કરીએ તો સ્કાઈમેટ વેધરના જણાવ્યાં મુજબ આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તાર, અને આજુબાજુના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આગામી 24 કલાક સુધી ચાલુ રહી શકે છે અને ત્યારબાદ ઓછો  થશે. પૂર્વ તેલંગણા અને ઓડિશાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. 


છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, આંતરિક ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ અને આંદમાન નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક કે બે સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. આંતરિક તમિલનાડુ, કર્ણાટક, મરાઠાવાડા, કેરળ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં હળવો વરસાદ શક્ય છે. 24 કલાક બાદ મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની ગતિવિધિઓ વધવાની શક્યતા છે. ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોની સાથે સાથે તમિલનાડુના ઉત્તરી તટ પર સમુદ્રની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ રહી શકે છે. 


ગુજરાત માટે આગાહી
રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની આગાહી નથી. દાહોદ ,મહીસાગર, પંચમહાલ વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં ગઈ કાલે તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું. નલિયામાં 10.4 ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.