Weather Update: પૂર્વોત્તર ભારતમાં મોનસૂને આપી દસ્તક, આ રાજ્યોમાં ભારે વરસાદના અણસાર
પશ્વિમ મોનસૂન ઉત્તર-પશ્વિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં, બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ અને પૂર્વ મધ્ય ભાગના કેટલાક ભાગમાં આગળ વધ્યું છે. સાથે જ આ મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડના મોટાભાગમાં પહોંચી ચૂક્યું છે.
Weather Update: દક્ષિણ-પશ્વિમ મોનસૂન બંગાળની ખાડીના રસ્તે પૂર્વોત્તર ભારતમાં એન્ટર થઇ ચૂક્યું છે. હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસમાં અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. ભારત હવામાન વિભાગે ગુરૂવારે જણાવ્યું કે પશ્વિમ મોનસૂન ઉત્તર-પશ્વિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં, બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ અને પૂર્વ મધ્ય ભાગના કેટલાક ભાગમાં આગળ વધ્યું છે. સાથે જ આ મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડના મોટાભાગમાં પહોંચી ચૂક્યું છે.
તો બીજી તરફ બુધવારે મોનસૂન કર્ણાટકના બેંગલુરૂ, ચિકમંગલુરૂ અને કરવાર સુધી પહોંચી ચૂક્યો હતો. ભારતના દક્ષિણી પ્રાયદ્રીપ તરફથી અરબ સાગરથી આવેલી રહેલા મોનસૂની હવાઓને ધ્યાનમાં રાખતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી કર્ણાટકના તટીય અને દક્ષિણના આંતરિક વિસ્તારો, કેરલ, માહે અને લક્ષદ્રીપમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
કયા કયા રાજ્યોમાં વરસાદ?
હવામાન વિભાગના અનુસારા આગામી 5 દિવસ સુધી આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરી આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલના છિટપુટ વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. તો બીજી તરફ પશ્વિમોત્તર ભારતમાં અધિકતમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને હવામાન કાર્યાલયે આગામી બે દિવસ માટે રાજસ્થાન, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણામાં લૂની ચેતાવણી આપી છે.
આ વર્ષે કેવું રહેશે ચોમાસું?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે જણાવ્યું કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આશા છે. હવામાન વિભાગના અનુસાર પુર્વોત્તર ભારત અને દક્ષિણ પશ્વિમી પ્રાયદ્રીપન સૌથી નીચલા વિસ્તારને છોડીને આ વર્ષે આખા દેશમાં એકસરખો વરસાદ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 29 મેના રોજ કેરલમાં મોનસૂન આવવાની જાહેરાત કરી દીધી છે જ્યારે સામાન્ય રીતે એક જૂનના રોજ મોનસૂન કેરલ પહોંચે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube